શોધખોળ કરો
Advertisement
મોદી સરકારનો મોટો નિર્ણયઃ જાણો શાની દુકાનો અને કઈ ફેક્ટરીઓ ખોલવાની આપી છૂટ ?
સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોનાના દર્દી અથવા સંદિગ્ધ દર્દીના મોત બાદ તેમના મૃતદેહને વિદેશથી લાવવા અંગે ગાઈડલાઈન જારી કરી છે.
નવી દિલ્હી: સમગ્ર દેશમા કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરવમાં આવ્યું છે. ત્યારે સરકારે મોટો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત વિસ્તારમાં હવે પ્રિપેડ મોબાઈલ રિચાર્જની દુકાન ખોલી શકાશે. આ દુકાનો એપ્રિલ મહિના પછી ખોલવાની મંજૂરી આપી છે. ગૃહમંત્રાલયે લોકડાઉનમાં અપાતી રાહતોમાં મંગળવારે અન્ય કેટલીક સુવિધા પણ ઉમેરી હતી. ઘરમાં રહેતા વૃદ્ધોના એટેન્ડન્ટ, કેર ગિવર પણ લોકડાઉન વચ્ચે સેવા આપી શકશે. આ ઉપરાંત શહેરી ક્ષેત્રોમાં બ્રેડ ફેક્ટરી, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, અનાજ દળવાની ઘંટીને મંજૂરી આપવામાં આવી છે.
સરકારે ત્રણ બાબત અંગે સ્પષ્ટતા કરી
1) જે વૃદ્ધો ઘરોમાં છે અને બીમાર છે તેમની કાળજી લેવા આવનારને લોકડાઉનમાં છૂટ આપવામાં આવશે. 2) મોબાઈલના પ્રીપેડ કનેક્શનને રિચાર્જ કરાવવાની સુવિધા આપવામાં આવી શકે છે. 3) શહેરી વિસ્તારોમાં બ્રેડ બનાવતી ફેક્ટરીઓ, મિલ્ક પ્રોસેસિંગ યુનિટ, ફ્લોર મિલો તથા દાળ મિલો ખોલી શકાશે. તેને આવશ્યક સેવાઓ હેઠળ છૂટ આપવામાં આવી છે.
સરકારે કોરોનાથી મોત થતા મૃતદેહ લાવવા અંગે પણ ગાઈડલાઈન જારી કરી સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોનાના દર્દી અથવા સંદિગ્ધ દર્દીના મોત બાદ તેમના મૃતદેહને વિદેશથી લાવવા અંગે ગાઈડલાઈન જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે આવા લોકોને મૃતદેહ ભારત લાવવા માટે સલાહ આપવામાં આવતી નથી. તેમ છતા કોઈ પણ મૃતદેહ ભારતના કોઈ પણ એરપોર્ટ પર લાવવામાં આવે છે તો નીચેની બાબતની કાળજી રાખવાની રહેશે.Union Ministry of Health & Family Welfare (MoHFW) releases guidelines/standard operating procedures for importation of human remains of #COVID19 patients/suspects: MoHFW pic.twitter.com/iZUMKbFLao
— ANI (@ANI) April 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement