શપથ લેતાની સાથે જ મોદી 3.0 સરકાર એક્શનમાં, સાંજે 5 વાગ્યે કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી; શું કોઈ મોટો નિર્ણય લેવાશે?
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધાની સાથે જ મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ. મોદી કેબિનેટમાં ભાજપની સાથે ગઠબંધનના પૂરા રંગ દેખાઈ રહ્યા છે. મોદી સરકાર 3.0માં સમગ્ર દેશને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યો છે.
Modi Cabinet Meeting: મોદી સરકાર 3.0 શરૂ થઈ ગઈ છે. શપથ લીધા બાદ મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે. આ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે પીએમ મોદી ડેવલપ્ડ ઈન્ડિયા મિશન અને મોદીની ગેરેન્ટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો આપશે. દરેકની નજર CCS મંત્રીઓ પર છે એટલે કે મોદી સરકારમાં ટોચના ચાર મંત્રી કોણ હશે.
આ પહેલા રવિવારે મોદી સરકાર 3.0નો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ સમારોહમાં વિદેશી મહેમાનો તેમજ દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો હતો. પીએમ મોદી સહિત 72 લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.
આ વખતે મોદી સરકાર 3.0માં 6 પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં રાજનાથ સિંહ ત્રીજી વખત કેબિનેટ મંત્રી બન્યા છે, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટર પહેલીવાર મંત્રી બન્યા છે. સર્બાનંદ સોનોવાલને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપના સહયોગી હમ પાર્ટીના વડા જીતન રામ માંઝી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ વખતે પીએમ મોદીએ તેમના તમામ સાથીઓને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. આ વખતે 72 મંત્રીઓની કેબિનેટમાં 60 મંત્રીઓ ભાજપના ક્વોટામાંથી છે. જ્યારે જેડીયુ અને ટીડીપીમાંથી 2 2 મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે જેડીએસ, એલજેપી, એચએએમ, આરપીઆઈ, અપના દળ એસ, શિવસેના શિંદે જૂથ અને આરએલડીમાંથી એક એક મંત્રી બનાવવામાં આવ્યા છે.
પીએમ મોદી સિવાય 30 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા
1. રાજનાથ સિંહ 2. અમિત શાહ 3. નીતિન રમેશ ગડકરી 4. નિર્મલા સીતારમણ 5. ડૉ. સુબ્રમણ્યમ જયશંકર 6. જગત પ્રકાશ નડ્ડા 7. શિવરાજ સિંહ ચૌહાણ 8. મનોહર લાલ (ખટ્ટર) 9. એચડી કુમાર સ્વામી 10. પીયૂષ વેદપ્રકાશ 11. ધર્મેન્દ્ર પ્રધાન 12. જીતન રામ માંઝી 13. રાજીવ રંજન સિંહ લાલન સિંહ 14. સર્બાનંદ સોનોવાલ 15. ડૉ. વીરેન્દ્ર કુમાર ખટિક 16. કે. રામમોહન નાયડુ 17. પ્રહલાદ જોશી 18. જુઅલ ઓરાઓન 19. ગિરિરાજ સિંહ 20. અશ્વના 20. જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા 22. ભૂપેન્દ્ર યાદવ 23. ગજેન્દ્ર સિંહ શેખાવત 24. અન્નપૂર્ણા દેવી 25. કિરેન રિજિજુ 26. હરદીપ સિંહ પુરી 27. ડૉ. મનસુખ માંડવિયા 28. ગંગાપુરમ કિશન રેડ્ડી 29. ચિરાગ પાસવાન, 30. સીઆર પાટીલ
5 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)એ શપથ લીધા
રાવ ઈન્દ્રજીત સિંહ, ડૉ. જિતેન્દ્ર સિંહ, અર્જુન રામ મેઘવાલ, પ્રતાપ રાવ ગણપત રાવ જાધવ અને જયંત ચૌધરીએ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા.