શોધખોળ કરો
Advertisement
ખેડૂતોને મોદી સરકારની ભેટ, સોયાબીન-તુવેર જેવા ખરીફ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો
મોદી કેબિનેટમાં ડાંગર, મકાઈ, બાજરી, મગફળી, તુવેર, સોયાબીન, સૂર્યમુખી સહિત 13 અનાજના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે મોદી સરકારે જુદા જુદા ખરીફ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) એટલે કે ટેકાના ભાવોમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠકમાં ખરીફ પાકમાં ટેકાના ભાવમાં વધારો કર્યો છે.
મોદી કેબિનેટમાં ડાંગર, મકાઈ, બાજરી, મગફળી, તુવેર, સોયાબીન, સૂર્યમુખી સહિત 13 અનાજના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે વેજ કોડ બિલને પણ પાસ કરી દીધું છે.
ડાંગરની એમએસપીમાં 85 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારો કરાયો છે. ડાંગરનો ટેકાનો ભાવ હવે વધીને 1835 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગયો છે. આ સિવાય સોયાબીનની કિંમતોમાં 311 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવામાં આવ્યો છે. બાજરીના ટેકાના ભાવમાં 120 રૂપિયાનો વધારો કરાયો છે.
હું હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, જલદીથી ચૂંટણી થવી જોઈએઃ રાહુલ ગાંધી
World Cup: વર્લ્ડકપ રમી રહેલ આ દિગ્ગજ ખેલાડી લઈ શકે છે નિવૃત્તી, BCCIએ આપ્યા સંકેત
જ્યારે સૂર્યમુખીની કિંમતમાં 262 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવામાં આવ્યો છે. તુવેર દાળની કિંમતમાં 125 રૂપિયા પ્રતિ ક્વિંટલ, અડદ દાળમાં 100 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તલની કિંમતમાં 236 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion