શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર પ્રધાનમંત્રી જનસન્માન યોજના હેઠળ દરેક બેંક ખાતામાં 90 હજાર રૂપિયા જમા કરાવી રહી છે ? જાણો મહત્વના સમાચાર
વાયરલ પોસ્ટ અને વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામના બેંક ખાતામાં પ્રધાનમંત્રી જન સન્માન યોજના અંતર્ગત 90,000 રૂપિયાની રકમ જમા કરાવી રહી છે.
નવી દિલ્હીઃ જો તમે ક્યાંય સાંભળ્યું, વાંચ્યું અથવા કોઈ વીડિયોમાં જોયું છે કે કેન્દ્ર સરકાર ત મામના બેંક ખાતામાં પ્રધાનમંત્રી જન સન્માન યોજના 2020 અંતર્ગત 90,000 રૂપિયા જમા કરાવી રહી છે. તો તેના પર બિલકુલ ભરોસો ન કરવો. આ અહેવા પૂરી રીતે ખોટા છે.
સોસિયલ મીડિયા પર એક પોસ્ટ અને તેની સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટ અને વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામના બેંક ખાતામાં પ્રધાનમંત્રી જન સન્માન યોજના અંતર્ગત 90,000 રૂપિયાની રકમ જમા કરાવી રહી છે. જો તમારી પાસે પણ આ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો સાવધાન થઈ જાવ. નહીં તો તમને ભારે નુકસાન થઈ શકે છે.
આ મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબી ફેક્ટ ચેકમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો પૂરી રીતે ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં નથી આવી રહી. સાથે જ તમને જણાવીએ કે, પીઆઈબી સમય સમય પર સોશિયલ મીડિયા પર વાયરલ આ પ્રકારના અહેવાલોને લઈને સાવચેત કરતી રહે છે અને સત્ય બતાવે છે.
પીઆઈબીએ કહ્યું કે, જો કોઈ તમારી પાસે કોઈ વાયરલ મેસેજ આવે અને લિંક આવે તો તેના પર ભરોસો ન કરવો. સાથે જ આપવામાં આવેલ લિંક પર ભૂલીને પણ ક્લિક ન કરો. નહીં તો તમારો ડેટા લીક અથવા બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.दावा : एक #YouTube वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार सभी के बैंक खातों में 'प्रधानमंत्री जन सम्मान योजना' के तहत ₹90,000 की राशि जमा कर रही है।#PIBFactCheck : यह दावा फ़र्ज़ी है। केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/dAO2M4VOW1
— PIB Fact Check (@PIBFactCheck) October 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement