શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે ધોરણ 10નું બોર્ડ કાઢી નાંખ્યુ ? હવે 12મા ધોરણમાં જ આપવી પડશે બોર્ડની પરીક્ષા જાણો સરકારે શું કહ્યું ?
વાયરલ થઈ રહેલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લાગુ થયેલ નવી શિક્ષણ નીતિ પ્રમાણે આગામી ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવાશે અને ધોરણ 10માં બોર્ડ ખત્મ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં નવી શિક્ષણ નીતિને લઈને એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લાગુ થયેલ નવી શિક્ષણ નીતિ પ્રમાણે આગામી ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવાશે અને ધોરણ 10માં બોર્ડ ખત્મ કરવામાં આવશે. હવે આ વાયરલ મેસેજ પર સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. વાયરલ થઈ રહેલ દાવાને પીઆઈબીએ નકલી ગણાવ્યો છે. એ પણ સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ આદેશ સરકારે આપ્યો નથી.
પીઆઈબી તરફતી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી શિક્ષણ નીતિ અનુસાર હવે માત્ર 12માં ધોરણમાં જ બોર્ડની પરીક્ષા લેવાશે અને 10માં ધોરણમાં બોર્ડ પરીક્ષાની કોઈ જોગવાઈ નહીં હોય. #PIBFactCheck: આ દાવો નકલી છે. શિક્ષણ મંત્રાલયે આવો કોઈ આદેશ બહાર પાડ્યો નથી.
તેની સાથે જ પીઆઈબીએ નવી શિક્ષણ નીતિને લઈને એક લિંક પણ શેર કરી છે. કેન્દ્ર સરકારે પીઆબીના માધ્યમથી કહ્યું કે, જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો તમે તેની પીઆઈબીની પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સઅપ નંબર +918799711259 અથવા ઇમેલઃ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઈબીની વેબસાઈ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.एक मैसेज में दावा किया गया है कि नई शिक्षा नीति के अनुसार अब केवल 12वी कक्षा में बोर्ड की परीक्षाएँ होंगी और 10वी कक्षा में बोर्ड परीक्षा का कोई प्रावधान नहीं होगा।#PIBFactCheck: यह दावा #फर्जी है। @EduMinOfIndia ने ऐसा कोई आदेश जारी नहीं किया है। पढ़ें:https://t.co/6WQyQNLX14 pic.twitter.com/N5PVec6aFB
— PIB Fact Check (@PIBFactCheck) February 11, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion