શોધખોળ કરો

નિવૃત્ત સરકારી કર્મચારીઓને મોદી સરકાર ફરી આપી રહી છે નોકરી, જાણો કેટલો મળશે પગાર

રેલવે કર્મચારીઓની અછત દૂર કરવા માટે ભારતીય રેલવે 65 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત કર્મચારીઓને બે વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરશે, જેને આગળ વધારી પણ શકાય છે.

Indian Railways: ભારતીય રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને એક મોટા ખુશખબરી આપ્યા છે. વાસ્તવમાં, રેલવે કર્મચારીઓની અછત દૂર કરવા માટે રેલવેએ 65 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારે નોકરી આપવાનો નિર્ણય લીધો છે.

રેલવે બોર્ડે વિવિધ ક્ષેત્રોમાં 25,000 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. આમાં નિવૃત્ત રેલવે કર્મચારીઓને ફરીથી નિયુક્ત કરીને અસ્થાયી રીતે ખાલી જગ્યાઓ ભરવાનો એક નવો ફોર્મ્યુલા સામેલ છે. આ હેઠળ, 65 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત કર્મચારીઓ સુપરવાઇઝરથી લઈને ટ્રેક મેન સુધીની નોકરી માટે અરજી કરી શકે છે.

બિઝનેસ ટુડેના એક રિપોર્ટ અનુસાર, આ જોબ બે વર્ષ માટે એક્સટેન્શનના વિકલ્પ સાથે રહેશે. તમામ રેલ્વે ઝોનના જનરલ મેનેજર નિવૃત્ત લોકોને તેમની મેડિકલ ફિટનેસ અને છેલ્લા પાંચ વર્ષમાં કામના રેટિંગના આધારે ભરતી કરી શકે છે.

છેલ્લા 5 વર્ષના મેડિકલ ફિટનેસનું રિવ્યુ કરવામાં આવશે

રેલવે દ્વારા કરવામાં આવનારી નિમણૂકો બે વર્ષ સુધી ચાલશે, જેને પછીથી વધારી પણ શકાય છે. બધા પ્રાદેશિક રેલવેના મહાપ્રબંધકોને છેલ્લા પાંચ વર્ષની મેડિકલ ફિટનેસ અને પરફોર્મન્સ રેટિંગ જેવા માપદંડોના આધારે આ નિવૃત્ત કર્મચારીઓને નિયુક્ત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

ઇન્ક્રિમેન્ટ DA અને HRAનો લાભ નહીં મળે

આદેશ અનુસાર, અરજદારો પાસે નિવૃત્તિ પહેલાં છેલ્લા પાંચ વર્ષના ગોપનીય અહેવાલમાં સારી ગ્રેડિંગ હોવી જોઈએ અને તેમની વિરુદ્ધ કોઈ વિજિલન્સ અને વિભાગીય કાર્યવાહીનો કેસ ન હોવો જોઈએ. નોકરીના આ સમયગાળા દરમિયાન દરેક કર્મચારીને તેમના અંતિમ પગાર જેટલો એક નિશ્ચિત પગાર આપવામાં આવશે, જેમાંથી તેમની મૂળ પેન્શન બાદ કરવામાં આવશે. આ ઉપરાંત નોકરીના સમગ્ર સમયગાળા દરમિયાન તેમને કોઈ DA HRA અને ઇન્ક્રિમેન્ટ આપવામાં આવશે નહીં.

આ નિર્ણય વધતી રેલવે દુર્ઘટનાઓ અને ઘટતા સ્ટાફની અછતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. માત્ર ઉત્તર પશ્ચિમ રેલવેમાં હાલમાં 10,000 જગ્યાઓ ખાલી છે. આ પહેલનો ઉદ્દેશ રેલવે તરફથી કર્મચારીઓની અછતથી થતી મુશ્કેલીઓને ઓછી કરવાનો છે. રેલવે બોર્ડે આ વાત પર ભાર મૂક્યો કે નિવૃત્ત કર્મચારીઓને ફરીથી કામ પર રાખવાનું પગલું કર્મચારીઓની તાત્કાલિક જરૂરિયાતના જવાબમાં લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ

ઇલોન મસ્કની AI કંપનીમાં નોકરી કરવાની તક, દર કલાકે મળશે 5000 રૂપિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ,  રોડ પર પાણી ભરાતા લોકો પરેશાનAhmedabad News: અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો ઉત્પાત, વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલPorbandar News | પોરબંદર ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરા સામે ફરિયાદ, શું છે આખો મામલો?Dahod Crime : દાહોદમાં સંબંધો શર્મશાર, ખૂદ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? LG મનોજ સિન્હાએ લીધો આ નિર્ણય
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? LG મનોજ સિન્હાએ લીધો આ નિર્ણય
નિવૃત્ત સરકારી કર્મચારીઓને મોદી સરકાર ફરી આપી રહી છે નોકરી, જાણો કેટલો મળશે પગાર
નિવૃત્ત સરકારી કર્મચારીઓને મોદી સરકાર ફરી આપી રહી છે નોકરી, જાણો કેટલો મળશે પગાર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
રેલવેના નવા નિયમો પછી હવે કેવી રીતે મળશે લોઅર બર્થવાળી સીટ? આ છે નિયમ
રેલવેના નવા નિયમો પછી હવે કેવી રીતે મળશે લોઅર બર્થવાળી સીટ? આ છે નિયમ
Embed widget