શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર ‘પાન’ ધરાવતી દરેક મહિલાના ખાતામાં સ્વરોજગાર યોજના હેઠળ એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે ? જાણો સરકારે શું કહ્યું ?
કેન્દ્ર સરકારે આ મેસેજને ખોટો ગણાવ્યો છે. મોદી સરકારે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) મારફતે સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકાર મહિલા સ્વરોજગાર યોજના નામે કોઈ યોજના જ ચલાવતી નથી.
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દરેક મહિલાને સ્વરોજગાર માટે એક લાખ રૂપિયા આપી રહી હોવાના અને આ રકમ સીધી મહિલાના ખાતામાં જમા થતી હોવાના મેસેજ વાયરલ થયા છે. આ મેસેજમાં દાવો કરાયો છે કે, કેન્દ્ર સરકાર મહિલા સ્વરોજગાર યોજના હેઠળ દરેક મહિલાના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે.
કેન્દ્ર સરકારે આ મેસેજને ખોટો ગણાવ્યો છે. મોદી સરકારે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) મારફતે સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકાર મહિલા સ્વરોજગાર યોજના નામે કોઈ યોજના જ ચલાવતી નથી અને કેન્દ્ર સરકાર મહિલા સ્વરોજગાર યોજના હેઠળ દરેક મહિલાના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે એ સમાચાર તદ્દન ખોટા છે તેથી કોઈએ તેનાથી ગેરમાર્ગે દોરાવું નહીં. આ મેસેજમાં દાવો કરાયો હતો કે જે મહિલા પાસે પાન હોય તે તમામ મહિલાના ખાતામાં કેન્દ્ર સરકાર એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે.
કઈ કઈ બેંકો આ યોજના હેઠળ મહિલાઓને રકમ આપી રહી છે તેની યાદી પણ અપાઈ હતી પણ સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement