શોધખોળ કરો

Monsoon : ચોમાસું આવી ગયું કે હજી જોવી પડશે રાહ? હવામાન વિભાગે કરી આગાહી

IMDએ 6 જૂનથી કેરળમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જ્યારે કેરળના પથાનમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં સોમવાર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

IMD Weather Update: કાળઝાળ ગરમીમાં સેકાઈ રહેલા લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની આગાહી કરી છે. જેથી કેરળમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. IMD અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લક્ષદ્વીપ અને દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. 

જણાવી દઈએ કે IMDએ 6 જૂનથી કેરળમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જ્યારે કેરળના પથાનમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં સોમવાર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રવિવારે જારી કરાયેલ એલર્ટમાં IMDએ રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ જણાવ્યું હતું. વીજળીના ચમકારા અને ભારે પવન સાથે ગાજવીજના છંટકાવની શક્યતા છે.

બીજી તરફ જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામના ભાગો, સિક્કિમ અને તમિલનાડુના આંતરિક ભાગોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં પણ અહીં વરસાદની સંભાવના છે.

ગુજરાત સહિત કયા રાજ્યોમાં વરસાદની સંભાવના?

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો રવિવારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, કોંકણ-ગોવામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે.

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારમાં હીટવેવે છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં 31 મે 2007ના રોજ તાપમાન 40.7 ડિગ્રી હતું. જે બાદ હવે 3 જૂન 2023ના રોજ સૌથી ગરમ દિવસ નોંધાયો છે. ભારતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવે છે. તે જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં પહોંચે છે.

Weather Update: ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ, દિલ્હીમાં ફરીથી આવશે હીટવેવ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 4 જૂન સુધી વાતાવરણ ખુશનુમા રહેશે, જ્યારે બિહાર, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

બુધવારે (31 મે) વહેલી સવારે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે, આગામી થોડા કલાકોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદની સંભાવના છે. IMD અનુસાર, "આગામી કેટલાક કલાકોમાં બરૌત, બાગપત (યુપી), પિલાની, ભીવાડી, તિજારા અને ખૈરથલ (રાજસ્થાન)માં પણ હળવાથી મધ્યમ વરસાદ થશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Embed widget