શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હવામાન વિભાગની મોટી આગાહી, આગામી સપ્તાહમાં દેશના આ વિસ્તારમાં વરસાદની વાપસી થશે
પૂરી રીતે મોનસૂનની વાપસી મામલે ડો. મહાપાત્રએ કહ્યું કે, અમે હાલમાં તેનું અધ્યયન કરી રહ્યા છે કે ક્યારે પૂરી રીતે મોનસૂનની વાપસી થશે.
નવી દિલ્હીઃ દેશભરમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે અને ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં સરેરશ સાત ટકા વધું વરસાદ વરસ્યો છે. હવે આગામી સપ્તાહથી મોનસૂનની વાપસી થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મૃત્યુંજય મહાપાત્રએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 18 સપ્ટેમ્બરના રોજ પૂરા થઈ રહેલા સપ્તાહમાં રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વરસાદ પડી શકે છે.
પૂરી રીતે મોનસૂનની વાપસી મામલે ડો. મહાપાત્રએ કહ્યું કે, અમે હાલમાં તેનું અધ્યયન કરી રહ્યા છે કે ક્યારે પૂરી રીતે મોનસૂનની વાપસી થશે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રના કીનારાના વિસ્તારમાં 17 સપ્ટેમ્બરની આસપાસ અથવા ત્યાર બાદ સરેરાશ અથવા તેના કરતાં વધારે વરસાદ થવાની ધારણા છે.
તેમણે કહ્યું કે, ઓગસ્ટની સામે સપ્ટેમ્બરમાં વરસાદમાં ઘટાડો નોંધાયો છે અને સરેરાશથી ઓછો રહ્યો છે. પરંતુ હવામાનની અનુકૂળતાઓ જોતા આગામી કેટલાક દિવસમાં ફરી વરસાદ પડી શકે છે. આઈએમડી અનુસાર, ચાલુ મોનસૂન સીઝનમાં એક જૂનથી લઈને અત્યાર સુધી દેશભરમાં 807.7 એમએમ વરસાદ થયો છે જે સરેરાશ વરસાદ 751.5 એમએમ કરતાં સાત ટકા વધારે છે.
દેશના દક્ષિણ ભાગમાં સરેરાશ 20 ટકા વધારે વરસાદ થયો છે. જ્યારે મધ્યભારતમાં સરેરાશ કરતાં 17 ટકા વધારે વરસાદ થયો છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં સરેરાશથી 10 ટટકા ઓછો વરસાદ પડ્યો છે. પૂર્વ અને પૂર્વોત્તરમાં આ ચોમાસામાં સરેરાશ વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion