શોધખોળ કરો

Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે

Monsoon Alert: અમેરિકાના હવામાન વિભાગે વરસાદને લઈને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લા નીનાને કારણે ભારતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર આવવાની શક્યતા છે.

Monsoon In India: આ વર્ષે ભારતમાં ચોમાસું (Monsoon) સામાન્ય કરતાં ઘણું સારું રહેવાનું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ટૂંક સમયમાં જ પ્રશાંત મહાસાગરમાં લા નીના (la Nina)ની અસર જોવા મળશે. જૂનથી શરૂ થતા ચોમાસા (Monsoon)માં સરેરાશ કરતાં વધુ વરસાદ (Rain) પડવાની શક્યતા છે.

યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે આગાહી કરી છે કે લા નીના (la Nina)ની અસર આગામી કેટલાક મહિનામાં પ્રશાંત મહાસાગરમાં જોવા મળી શકે છે. NOAA (National Oceanic and Atmospheric Administration of US)એ ગયા અઠવાડિયે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લા નીના (la Nina)ની અસર જૂન અને ઓગસ્ટની શરૂઆતમાં જોવા મળશે. જેના કારણે ભારતમાં ભારે વરસાદ (Rain) અને દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

લા નીના (la Nina) શું છે?

ભારતમાં અલ નીનો (el nino) વિશે વાત કરીએ તો, તે ભારે ગરમી અને નબળા ચોમાસા (Monsoon)નું કારણ બને છે. લા નીના (la Nina)ની વાત કરીએ તો સરેરાશ કરતાં વધુ વરસાદ (Rain) અને વધુ ઠંડી પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે પણ લા નીના (la Nina)ના વિકાસની સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરી છે.

લા નીના (la Nina) જૂનથી શરૂ થશે

NOAA કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં લા નીના (la Nina) સંબંધિત ઘટનાઓ જોવા મળી રહી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતમાં તે જૂનથી શરૂ થશે. NOAA કહે છે કે લી નીનાની અસર જૂનથી ઓગસ્ટ સુધીમાં 49 ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 69 ટકા વધી શકે છે.

ખેડૂતોને ફાયદો થઈ શકે છે

ભારતમાં મોટા ભાગનો વરસાદ (Rain) જુલાઈ અને ઓગસ્ટમાં થાય છે અને લા નીના (la Nina)ને કારણે વધતો વરસાદ (Rain) ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ કરવામાં પણ મદદ કરશે. વરસાદ (Rain)ની યોગ્ય માત્રા ખાંડ, કઠોળ, ચોખા અને શાકભાજી જેવી મુખ્ય ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રિત કરી શકે છે, જે ફુગાવાની સમસ્યાને પણ કાબૂમાં રાખી શકે છે.

ગયા ચોમાસા (Monsoon)માં ઓછો વરસાદ (Rain) થયો હતો

હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે લા નીના (la Nina)ના કારણે આ વખતે સરેરાશ કરતાં વધુ એટલે કે 106 ટકા વરસાદ (Rain)ની શક્યતા છે. ગયા વર્ષે તે સામાન્ય કરતાં 94 ટકા ઓછું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget