શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી બદલાયો મોસમનો મિજાજ, અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ
આજે દિલ્હીમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
![દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી બદલાયો મોસમનો મિજાજ, અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ monsoon weater update rain forecast in many sates in India on wednesday દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી બદલાયો મોસમનો મિજાજ, અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/03152807/monsoon-weater-update-rain-forecast-in-many-sates-in-India-on-wednesday.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશના પૂર્વથી પશ્ચિમ સુધી હવામાને મિજાજ બદલ્યો છે. પશ્ચિમ ભારતના અનેક વિસ્તારમાં વાવાઝોડાનો ખતરો છે, જ્યારે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં મોનસૂનના કારણે ભારે વરસાદની આપવામાં આવી છે.
આજે દિલ્હીમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનના બારાં, ઝાલાવાડ, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, પાલી અને જાલૌરમાં બુધવારે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાંસવાડા, બારા, ડુંગરપુર, જાલૌર, પ્રતાપગઢમાં ગુરુવારે વરસાદની શક્યતા છે. શુક્રવારે ચિત્તોડગઢ, ભીલવાડા, ડુંગરપુર, કોટા, પ્રતાપગઢ, ઉદયપુરમાં વરસાદની શક્યતા છે.
મંગળવારે આસામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આસામમાં વરસાદ અને ભૂસ્ખલનથી 21 લોકોના મોત થયા હતા. ગઈકાલે છત્તીસગઢમાં વીજળી પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)