ટ્રકના ટાયરમાં હવા ભરતી વખતે ફાટ્યું, હવા ભરતાં યુવકના શરીરના ઉડી ગયા ચિંથરા, જાણો વિગત
વધુ પડતી હવા ભરાઈ જવાના કારણે ટાયર ફાટ્યું હતું અને શરીરના ચીંથરા થઈ ગયા હતા.
મુરૈનાઃ મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં એક દર્દનાક દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ શખ્સ ટ્રકના ટાયરમાં હવા ભરતો હતો પરંતુ આ દરમિયાન વધુ પડતી હવા ભરાઈ જવાના કારણે ટાયર ફાટ્યું હતું અને શરીરના ચીંથરા થઈ ગયા હતા.
ક્યાંની છે ઘટના
મધ્યપ્રદેશના મુરૈના જિલ્લા અંતર્ગત આવતાં જૌરો ગામમાં એસએસ રોડ પર પંચરની દુકાનમાં એક ટ્રક આવ્યો હતો. જેમાં હવા ભરવાની હતી. ટ્રક ડ્રાઇવરે ટ્રકને દુકાને સામે ઉભો રાખ્યો અને બાદમાં પંચર બનાવતા અજ્યે ટાયરમાં હવા ભરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અજયે ટ્રક ચાલક અને તેની સાથે હાજર રહેલા વ્યક્તિને દૂર ઉભા રહેવા કહ્યું.
શું યુવકને મોતનો થઈ ગયો આભાસ!
મૃતક અજયને મોતનો જાણે આભાસ થઈ ગયો હોય તેમ તેણે અજ્યે કહ્યું કે, ટાયર જૂના થઈ ગયા હોવાથી ફાટી શકે છે. જે બાદ ટ્રક ડ્રાઇવર અને બીજો શખ્સ થોડા દૂર ઉભા રહ્યા. આ દરમિયાન હવાનું પ્રેશર વધી જતાં ટાયર ફાટ્યું અને અજય ખૂબ દૂર જઈને પડ્યો.
ધડાકાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા પણ
ધડાકાનો અવાજ સાંભળી આસપાસમાં લોકો અજય પાસે આવ્યા અને જોયું તો તેના માથાનો ભાગ ઉડી ગયો હતો અને તેના ટુકડા ત્યાં આસપાસ પડ્યા હતા. યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
પરિવારજનોનું હૈયાફાટ રૂદન
ઘટનાની જાણ થયા બાદ પરિવારો દોડી આવ્યા હતા. પરિવારની મહિલાઓએ હૈયાફાટ રૂદન કર્યુ હતું, જેને લઈ માહોલ ગમગીન બની ગયો હતો.