શોધખોળ કરો
પહેલી જાન્યુઆરીએ ભારતમાં સૌથી વધુ બાળકોનો જન્મ, ચીનને પણ પાડી દીધુ પાછળ, જાણો ચોંકવાનારા આંકડા
બતાવવામાં આવી રહ્યું છે કે પહેલી જાન્યુઆરીએ ભારતમાં 60 હજાર જેટલા બાળકોએ જન્મ લીધો છે, વળી ચીન આ આંકડામાં ઘણુ પાછળ દેખાઇ રહ્યું છે
![પહેલી જાન્યુઆરીએ ભારતમાં સૌથી વધુ બાળકોનો જન્મ, ચીનને પણ પાડી દીધુ પાછળ, જાણો ચોંકવાનારા આંકડા most children born on new year in india પહેલી જાન્યુઆરીએ ભારતમાં સૌથી વધુ બાળકોનો જન્મ, ચીનને પણ પાડી દીધુ પાછળ, જાણો ચોંકવાનારા આંકડા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/03213023/child-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ ભારત વસ્તી વિસ્ફોટમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતનો પાડોશી દેશ ચીન ભલે વસ્તીના મામલે પહેલા નંબર પર છે. પરંતુ એક ખાસ મામલામાં ભારતે નવા વર્ષેના દિવસે ચીનને પણ પાછળ પાડી દીધુ છે. બતાવવામાં આવી રહ્યું છે કે પહેલી જાન્યુઆરીએ ભારતમાં 60 હજાર જેટલા બાળકોએ જન્મ લીધો છે, વળી ચીન આ આંકડામાં ઘણુ પાછળ દેખાઇ રહ્યું છે.
ભારતમાં જન્મ્યા સૌથી વધુ બાળકો
ખરેખર, યૂનિસેફના આંકડા અનુસાર, આ વર્ષની શરૂઆત પર પહેલી જાન્યુઆરીના દિવસે ભારતમાં કુલ 59,995 બાળકોનો જન્મ થયો છે. વળી ચીનમાં આ દિવસે માત્ર 35,615 બાળકો જન્મ્યા છે. આ રીતે નવા વર્ષના દિવસે જન્મના મામલે ભારત પહેલા નંબર પર રહ્યું છે.
યૂનિસેફના રિપોર્ટના આંકડા અનુસાર આ વર્ષ પહેલી જાન્યુઆરીના દિવસે દુનિયાભરમાં 3 લાખ 71 હજારથી વધુ બાળકો જન્મ્યા છે. રિપોર્ટ પ્રમાણે બતાવવામાં આવી રહ્યું છે કે આ બાળકોમાં 52 ટકા બાળકો ફક્ત 10 દેશોમાં જ પેદા થયા છે. જેમાં ભારત 60 હજાર બાળકોના જન્મ સાથે સૌથી આગળ છે. હાલ ભારત પોતાના ગયા વર્ષના રેકોર્ડ કરતા ઘણુ પાછળ છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ કે ભારતમાં 1 જાન્યુઆરી 2020એ 68 હજાર બાળકોએ જન્મ લીધો હતો.
પ્રતિકાત્મક તસવીર
ચીન બીજા તો પાકિસ્તાન ચોથા નંબર પર
હાલ રિપોર્ટ અનુસાર, 1 જાન્યુઆરીના દિવસે ભારતમાં કુલ 59 હજાર 995 બાળકો, ચીનમાં 35 હજાર 615 બાળકો, નાઇઝિરીયામાં 21 હજાર 439 બાળકો અને પાકિસ્તાનમાં 14 કુલ 161 બાળકોએ જન્મ લીધો છે. આની સાથે જ રિપોર્ટમાં બતાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે પેદા થનારા બાળકોની એવરેજ ઉંમર 84 વર્ષ સુધીની હશે, વળી આ વર્ષ લગભગ 140 મિલિયન બાળકો પેદા થશે.
![પહેલી જાન્યુઆરીએ ભારતમાં સૌથી વધુ બાળકોનો જન્મ, ચીનને પણ પાડી દીધુ પાછળ, જાણો ચોંકવાનારા આંકડા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/03212943/child-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)