શોધખોળ કરો
મધ્યપ્રદેશ કેબિનેટમાં CAAના વિરોધમાં પ્રસ્તાવ પાસ, કાયદો રદ કરવાની કરાઇ માંગ
અગાઉ કેરલ, પંજાબ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યા છે.

ભોપાલઃ નાગરિકતા સંશોધન કાયદાને લઇને સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે કોગ્રેસ શાસિત રાજ્ય સતત આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરી રહ્યા છે. હવે મધ્યપ્રદેશ કેબિનેટે પણ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદાને હટાવવાની માંગ સાથે પ્રસ્તાવ પાસ કર્યો છે. આ સાથે જ એનપીઆરમાં પણ સંશોધનની માંગ કરી છે. આ અગાઉ કેરલ, પંજાબ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યા છે.
મધ્યપ્રદેશ કેબિનેટે બુધવારે સીએએના વિરોધ અને એનપીઆરમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મધ્યપ્રદેશ હવે પાંચમું રાજ્ય બની ગયું છે જ્યાં સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યો છે. આ પ્રસ્તાવમાં સીએએને રદ કરવા અને એનપીઆરમાં સંશોધન કરવાની કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે.Madhya Pradesh Cabinet passes resolution demanding Central Government to repeal the Citizenship Amendment Act (CAA). The resolution also demands amendments in the National Population Register (NPR).
— ANI (@ANI) February 5, 2020
વધુ વાંચો
Advertisement





















