શોધખોળ કરો
‘લોહીની દલાલી’વાળા નિવેદનને લઈને ફસાયા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતાએ કહ્યું- ‘પાર્ટીમાંથી બહાર કરો’

નવી દિલ્લી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના લોહીની દલાલીવાળા નિવેદનને લઈને તેમની જ પાર્ટીના એક જિલ્લા કક્ષાના નેતાએ જોરદાર વિરોધ કર્યો હતો. મધ્ય પ્રદેશમાં બડવાની જિલ્લા સંગઠન સચિવ શૈલેષ ચૌબેએ એક વીડિયો મારફતે કહ્યું- રાહુલ ગાંધીમાં રાજનીતિને લઈને યોગ્ય ગુણ નથી. આ વીડિયો મારફતે ચૌબેએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું, ‘રાહુલ ગાંધી પાર્ટીનું ભલું કરી શકે તેમ નથી.’ તેમાં રાજનીતિને લઈને યોગ્ય ગુણ નથી. તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરીને સારા વેપારમાં લગાડી દો. આ વ્યક્તિ (રાહુલ) આપણને દરેક ક્ષેત્રે અસફળ કરશે.’ ચૌબેનો આ વીડિયો રાહુલ ગાંધીના લોહીની દલાલીવાળા નિવેદનને લઈને જાહેર કર્યો છે. ચૌબેએ પોતાનો આ વીડિયો પોતે શૂટ કર્યો છે અને હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ કોંગ્રેસ તરફથી આ વીડિયોને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
વધુ વાંચો






















