MP BJP Candidates List: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભારતીય જનતા પાર્ટીએ 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે.
MP BJP Candidates List: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભારતીય જનતા પાર્ટીએ 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી ત્રણ કેન્દ્રીય મંત્રીઓ છે. જેમાં પ્રહલાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર અને ફગ્ગન સિંહ કુલસ્તે મોદી સરકારમાં મંત્રી છે.
केन्द्रीय चुनाव समिति ने मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव - 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/qJT8nWXvLF
— BJP Madhya Pradesh (@BJP4MP) September 25, 2023
ભારતીય જનતા પાર્ટી કોઈપણ ભોગે 2023ની વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે. કદાચ આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને પાર્ટીના મોટા નેતાઓને વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં અડધા ડઝનથી વધુ સાંસદો અને મંત્રીઓનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં ચૂંટણીની ગતિવિધિ તેજ છે. ભાજપની સાથે કોંગ્રેસ પણ આ માટે પૂરતુ જોર લગાવી રહી છે. રાજ્યના બે મુખ્ય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ છે. આજે ભાજપ દ્વારા 39 ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 7 સાંસદોને તક આપવામાં આવી છે, જેમાં 3 કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.
Union Minister Narendra Singh Tomar to contest from Dimani, party MP Rakesh Singh to contest from Jabalpur West, Union Minister Faggan Singh Kulaste to contest from Niwas, Union Minister Prahlad Singh Patel to contest from Narsingpur and Kailash Vijayvargiya to contest from… https://t.co/ZtiNhMub43
— ANI (@ANI) September 25, 2023
આ પહેલા પણ 17 ઓગસ્ટે ભારતીય જનતા પાર્ટીએ 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આજે પણ 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભામાં અત્યાર સુધીમાં કુલ 78 ઉમેદવારો જાહેર કરી દિધા છે.
મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ બેઠકો 230 છે. બહુમત માટે 116 બેઠકો જીતવી જરુરી છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે. કૉંગ્રેસ પણ વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે.