ભાજપે મોદી સરકારના ક્યા મંત્રીને બનાવ્યા યુપીમાં ચૂંટણીના ઈન્ચાર્જ ? ગુજરાતના ક્યા બે સાંસદોને સોંપાઈ જવાબદારી ?
બીજેપીએ યુપીમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે યુપીની કમાન મોદી સરકારને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપી છે,
નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ નડ્ડાએ યુપીમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રભારીઓ અને સહ પ્રભારીઓની નિયુક્ત કરી છે. આનુ લિસ્ટ બુધવારે જાહેરાત કરવામાં આવ્યુ છે. આ વખતે બીજેપીએ યુપીની કમાન મોદી સરકારને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપવામાં આવી છે, એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનને યુપીના ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આખા યુપીને છ વિભાગોમાં વહોંચવામા આવ્યુ છે અને તેના પ્રભારીન પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ લિસ્ટ પ્રમાણે, યુપી ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન હશે, જે કેન્દ્રની મોદી સરકારમાં કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી છે. તેના સાત પ્રભારી હશે. જેમાં અનુરાગ સિંહ ઠાકુર, અર્જૂનરામ મેઘવાલ, સરોજ પાન્ડે, શોભા કરંદલાજે, કેપ્ટન અભિમન્યૂ, અન્નપૂર્ણા દેવી અને વિવેક ઠાકુર.
આ ઉપરાંત યુપીના 6 વિસ્તારોને વહેંચીને તેના સંગઠન પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તાર છે પશ્ચિમ ઉત્તરપ્રદેશ જેનો પ્રભાર લોકસભા સાંસદ સંજય ભાટિયાને સોંપવામાં આવ્યો છે. વ્રજ ક્ષેત્રનો પ્રભાર બિહારના ધારાસભ્ય સંજીવ ચૌરસિયાને મળ્યો છે. અવધ વિસ્તારનો પ્રભાર રાષ્ટ્રીય મંત્રી વાય, સત્તાય કુમાર, કાનુપુર વિસ્તારના પ્રભારી સુધીર ગુપ્તા હશે, તે બીજેપી સંગઠનમાં રાષ્ટ્રીય સહય કોષાધ્યક્ષ છે. ગોરખપુરનો પ્રભાર અરવિંદ મેનનની પાસે છે, તે બીજેપીમાં રાષ્ટ્રીય મંત્રી છે. કાશી વિસ્તારનો પ્રભાર યુપીના સહ પ્રભારી સુનિલ ઓઝા પર રહેશે.
આ રાજ્યોમાં પણ ચૂંટણી પ્રભારી નિયુક્ત-
યુપીની જેમ બીજેપીએ મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે. મણીપુરમાં ભુપેન્દ્ર યાદવ, પંજાબમાં ગજેન્દ્રસિંહ શેખાવત, ઉત્તરાખંડમાં પ્રલ્હાદ જોશી અને ગોવામાં દેવેન્દ્ર ફડણવીસને પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના બે સાંસદોને પણ સોંપાઇ મોટી જવાબદારી-
બીજેપીએ ગુજરાતના બે સાંસદોને મોટી જવાબદારી સોંપી છે, જેમાં નખત્રાણાના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાને પંજાબની જવાબદારી સોંપી છે, પંજાબ વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી તરીકેની તેમની નિમણુંક કરવામાં આવી છે. આ સિવાય સુરતના સાંસદ દર્શના જરદોષને ગોવા ચૂંટણીના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.