શોધખોળ કરો
Advertisement
કયા શહેરમાં પોલીસે ટ્વીટ કરીને કહ્યું કોરોનાના નિયમોનુ પાલન કરજો, અમારે તમારી પાછળ ભાગવુ ના પડે નહીં તો.........
મુંબઇ પોલીસે ગુરુવારે સોશ્યલ મીડિયાનો સહારો લીધો અને કોરોનાને લઇને એક ખાસ ટ્વીટ કર્યુ હતુ. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ટ્વીટર પર તેમને ચેતાવણી જાહેર કરી દીધી. તેમને કહ્યું કે, મુંબઇ વાળાઓ સખતાઇથી કૉવિડ-19 મહામારી નિયમોનુ પાલન કરવુ જોઇએ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં એક્ટિવ કૉવિડ-19 કેસોની સંખ્યામાં ઝડપથી ઉછાળો આવી રહ્યો છે. મુંબઇ પોલીસે ગુરુવારે સોશ્યલ મીડિયાનો સહારો લીધો અને કોરોનાને લઇને એક ખાસ ટ્વીટ કર્યુ હતુ. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ટ્વીટર પર તેમને ચેતાવણી જાહેર કરી દીધી. તેમને કહ્યું કે, મુંબઇ વાળાઓ સખતાઇથી કૉવિડ-19 મહામારી નિયમોનુ પાલન કરવુ જોઇએ.
મુંબઇ પોલીસે ટ્વીટર પર કર્યા એલર્ટ
પોલીસે સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી- પ્રિય મુંબઇકર, કૃપા કરીને તમામ સુરક્ષા નિયમોનુ પાલન કરો, નહીં તો, અમારે તમારો આજુબાજુમાં પીછો કરવો પડશે અને તે સમયે બિલકુલ ઠીક નહીં રહે....
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના એક દિવસમાં આઠ હજારથી વધુ નવા કેસો નોંધાયા હતા. સંક્રમણના મામલાની સંખ્યા એક દિવસમાં ચાર મહિના બાદ આટલી બધી જોવા મળી, આ કારણે તંત્ર હરકતમાં આવી ગયુ છે. એક અધિકારીએ કહ્યું કે, કહેવુ મુશ્કેલ છે કે આ બીજી લહેર છે, પરંતુ કોરોના વાયરસના કેસો કેટલાક વિસ્તારોમાં જેમ કે વિદર્ભ, અમરાવતી, ઔરંગાબાદમાં જોવા મળ્યા છે. મંગળવારે મુંબઇમાં સંક્રમણના નવા 643 કેસો સામે આવ્યા હતા જેમાં 3 લોકોના મોત પણ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement