Dussehra Rallyમાં ઉદ્ધવે CM શિંદે પર નિશાન સાધતાં કહ્યું - 'કટપ્પાને શિવસૈનિકો માફ નહી કરે'
દશેરાના તહેવાર પર શિવસેનાના બંને જૂથોએ અલગ-અલગ રેલીઓનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળા જૂથે શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજી હતી
Maharashtra Shiv Sena Dussehra Rally: દશેરાના તહેવાર પર શિવસેનાના બંને જૂથોએ અલગ-અલગ રેલીઓનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળા જૂથે શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજી હતી, જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં એક રેલી બોમ્બે કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં યોજાઈ હતી. બંને રેલીઓમાં બાળાસાહેબ ઠાકરેના સન્માનના પ્રતિક રુપે સ્ટેજ પરની એક ખુરશી ખાલી રાખવામાં આવી હતી.
શિવાજી પાર્કમાં દશેરા રેલીને સંબોધિત કરતાં ઉદ્ધવ ઠાકરેએ સીએમ એકનાથ શિંદે પર આકરા પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ઈશારામાં એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, શિવસૈનિક કટપ્પાને માફ નહીં કરે. તેમણે કહ્યું કે, ભાજપ સાથે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી રહેવાનું નક્કી થયું હતું. હું આ વાત બાળાસાહેબ ઠાકરે અને મારી માતાના શપથ લઈને કહી રહ્યો છું.
ઉદ્ધવ ઠાકરેનો શિંદે જૂથ પર પ્રહાર
સીએમ એકનાથ શિંદેની છાવણી પર નિશાન સાધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ દેશદ્રોહી છે અને તેમની ઓળખને ભૂંસી નહીં શકાય. તેમણે કહ્યું, "હું તેમને દેશદ્રોહી કહીશ, તે દેશદ્રોહી છે. મુખ્યમંત્રી પદ થોડા દિવસો માટે છે, પરંતુ દેશદ્રોહીની મહોર આજીવન હોય છે." ઠાકરેએ વધુમાં કહ્યું કે, "અહીં એક પણ વ્યક્તિ પૈસા લઈને નથી આવ્યો. આ વફાદાર સૈનિકો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહન થશે, પરંતુ આ વખતે આપણી પાસે અલગ-અલગ રાવણ છે. રાવણના 10 માથા છે, પરંતુ આ રાવણ (શિંદે) પાસે 50 માથાં છે. આ માથા નઈ પણ 50 ખોખા (કરોડ) છે."
"શિંદે શિવસેના પ્રમુખ બનવાને લાયક નથી"
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીએમ એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ શિવસેના પ્રમુખ બનવા માટે યોગ્ય નથી. તેમણે કહ્યું, "શું તમે તેના લાયક છો? શું તમને તમારા વિશે કોઈ ખ્યાલ છે? તમે (બાળ ઠાકરેનો ઉલ્લેખ કરીને) બીજાના પિતાની ચોરી કરો છો. જો તમારામાં હિંમત હોય તો તમારા પિતાના નામનો ઉપયોગ કરીને ચૂંટણીનો સામનો કરો."
આ પણ વાંચો....