શોધખોળ કરો

Namibian Cheetah Died: નામીબિયાથી આવેલા 20 ચીત્તામાંથી અત્યાર સુધી ત્રણના મોત, વિવાદોથી ઘેરાયો પ્રોજેક્ટ ચિત્તા

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટને વધુ એક મોટો આંચકો લાગ્યો છે

Namibian Cheetah Died: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મંગળવારે અહીં એક માદા ચિત્તાનું મૃત્યુ થયું હતું. અન્ય ચિત્તા સાથે લડાઇ બાદ ચિત્તા દક્ષાનું મોત થયું હતું. દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી ભારત લાવવામાં આવેલા ત્રીજા ચિત્તાનું આ મૃત્યુ છે. અગાઉ કુનો નેશનલ પાર્કમાં બે ચિત્તાના મોત થયા હતા.

માર્ચ મહિનાની શરૂઆતમાં કુનો નેશનલ પાર્કમાં નામીબિયાની પાંચ વર્ષની ચિત્તા શાશાનું મૃત્યુ થયું હતું. માદા ચિત્તાની કિડની અને લીવરમાં ઈન્ફેક્શન હતું. ચિત્તાઓના સતત મોત બાદ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષાના શરીર પર ઘાના નિશાન જોવા મળ્યા હતા.

પ્રોજેક્ટ ચિત્તા વિવાદોમાં ઘેરાયેલો છે

નામિબિયામાંથી આઠ ચિત્તાઓ ભારતમાં લાવવામાં આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના 12 ચિત્તાઓને પણ કુનો પાર્કમાં લાવવામાં આવ્યા હતા. હવે ત્રણ ચિતાઓના મૃત્યુ બાદ પ્રોજેક્ટ ચિત્તા વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા રાખવાની ક્ષમતા નથી. કુનો નેશનલ પાર્કની અંદર 100 ચોરસ કિલોમીટરમાં ત્રણ ચિત્તાની હાજરી પર નામીબિયાના વન્યજીવ નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે.

Bastar: બસ્તરમાં ગમખ્વાર રોડ અકસ્માત, સ્કોર્પિયોનું ટાયર ફાટતા 3ના મોત, ચાર ગંભીર ઈજાગ્રસ્ત

Bastar Road Accident: છત્તીસગઢના જગદલપુર ગીદમ નેશનલ હાઈવે-16 પર મંગળવારે એક ભયાનક રોડગ અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સ્કોર્પિયો ગાડીમાં સવાર તમામ 7 લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે બીજાપુરથી જગદલપુર આવી રહ્યા હતા, આ દરમિયાન કિલેપાલ પાસે સ્કોર્પિયો ગાડીનું પાછળનું ટાયર ફાટ્યું અને સ્કોર્પિયો બેકાબૂ થઈને ચાર વખત પલટી મારી એક ઝાડ સાથે અથડાઈ હતી.  આસપાસના લોકોએ આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, ત્યારબાદ કોડેનાર પોલીસ સ્ટેશનની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ અકસ્માતમાં ઘાયલ 4 લોકોને તાત્કાલિક ડીમરાપાલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ 4 ઘાયલોમાંથી બેની હાલત નાજુક છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના સભ્યો છે.

પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી રહ્યો હતો

બસ્તર જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. બે દિવસ પહેલા ટ્રેક્ટર પલટી જતા બે નિર્દોષ લોકોના મોત થયા હતા, ત્યાર બાદ આજે જગદલપુર-ગીદામ માર્ગ નેશનલ હાઈવે-16 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 3 મહિલાઓના મોત થયા હતા. ઘટના અંગે માહિતી આપતા કોડેનાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંતોષ સિંહે જણાવ્યું હતું કે, આજે સવારે પરિવારના 7 સભ્યો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે બીજાપુરથી સ્કોર્પિયો વાહનમાં જગદલપુર આવી રહ્યા હતા, ત્યારે બપોરના સમયે ગીડામ વચ્ચે ફોર્ટ પાલ પાસે એક સ્કોર્પિયો વાહનનું ટાયર ફાટતા કારે પલટી મારી હતી.  જગદલપુર નેશનલ હાઈવે પર કારની પાછળનું ટાયર ફાટ્યું કારણ કે વાહન ખૂબ જ સ્પીડમાં હતું, આવી સ્થિતિમાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તેજ સ્પીડમાં વાહન રોડ પર 4 પલટી ખાતા સીધુ ઝાડ સાથે અથડાયું હતું, ટક્કર એટલી જોરદાર હતી કે વાહનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.અને તેમાં સવાર 3 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા સહિત ચાર ઘાયલ લોકોને એમ્બ્યુલન્સની મદદથી ડીમરાપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
Embed widget