શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સતત પાંચમી વાર ઓડિશાના CM બન્યા નવીન પટનાયક, રાજ્યપાલે અપાવી શપથ
નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ રાજ્યની વિધાસભામાં જબરદસ્ત પ્રદર્શન કરતાં 147 બેઠકોમાંથી 112 બેઠકો પર જીત મેળવી હતી
નવી દિલ્હીઃ બીજેડી અધ્યક્ષ નવીન પટનાયકે આજે સતત પાંચમી વાર ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યમાં એક મોટા સમારોહ યોજીને તેમને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પટનાયક 5 માર્ચ, 2000થી રાજ્યના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળી રહ્યાં છે.
નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ રાજ્યની વિધાસભામાં જબરદસ્ત પ્રદર્શન કરતાં 147 બેઠકોમાંથી 112 બેઠકો પર જીત મેળવી હતી. આ સાથે જ તેમને બહુમતી પણ મેળવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પણ બીજેડીએ 21માંથી 13 બેઠકો જીતીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નવીન પટનાયકે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, નવીન પટનાયકે પીએમ મોદીને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યુ હતુ પણ તેઓ હાજર રહી શક્યા ન હતા.Bhubaneswar: Naveen Patnaik takes oath as the Chief Minister of Odisha. This is his 5th consecutive term as the Chief Minister. pic.twitter.com/Wnagx75v76
— ANI (@ANI) May 29, 2019
Congratulations to Shri Naveen Patnaik Ji on taking oath as Odisha’s Chief Minister. Best wishes to him and his team in fulfilling the people’s aspirations. I assure complete cooperation from the Centre in working for Odisha’s progress. @Naveen_Odisha
— Narendra Modi (@narendramodi) May 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion