શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગોવામાં નૌસેનાનું ફાઇટર પ્લેન મિગ-29K ક્રેશ, બંન્ને પાયલટ સુરક્ષિત
બંન્ને પાયલટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
ગોવાઃ ગોવામાં નૌસેનાનું ફાઇટર પ્લેન મિગ-29K દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જાણકારોના મતે ટ્રેનિગ મિશન માટે રવાના થયાના થોડા જ સમય બાદ મિગ-29K ફાઇટર પ્લેન ગોવામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બંન્ને પાયલટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું કે, મિગ-29K ટ્રેનર વિમાનના એન્જિનમાં આગ લાગી ગઇ હતી. પાયલટ કેપ્ટન એમ શોકખંડ અને લેફ્ટિનન્ટ કમાન્ડર દીપક યાદવ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. મધવાલે કહ્યું કે, મિગ 29 ટ્રેનર વિમાન અશોરથી ઉડાણ ભરી હતી. આ વચ્ચે પક્ષી ટકરાવાના કારણે એન્જિનમાં આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટનામાં કોઇનું મોત થયાના સમાચાર નથી.Defence Minister Rajnath Singh: Spoke to pilots, Captain M Sheokhand and Lt Commander Deepak Yadav. It is a matter of great satisfaction that they managed to eject in time and both of them are safe. I pray for their good health and well-being. https://t.co/tmpyMmOUJv pic.twitter.com/djyoNMaHBW
— ANI (@ANI) November 16, 2019
નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં જ રાજસ્થાનના બીકાનેરમાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેનમાંથી બંન્ને પાયલટ સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યા હતા.A MiG-29K fighter aircraft crashed in Goa soon after it took off for a training mission, earlier today. Both the pilots managed to eject safely. The aircraft involved in the crash was a trainer version of the fighter jet. pic.twitter.com/nUdsyWx1qs
— ANI (@ANI) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion