શોધખોળ કરો

NDAની સંસદીય બોર્ડની આજે બેઠક, સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે નરેન્દ્ર મોદી

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આજે ​​સંસદના સેન્ટ્રલ હોલમાં તેના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક યોજાવાની છે

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આજે ​​સંસદના સેન્ટ્રલ હોલમાં તેના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં એનડીએ ગઠબંધનની સરકાર રચવા પર ચર્ચા થશે. 2024ની લોકસભા ચૂંટણીમાં NDAએ 293 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જો કે, ભાજપ માત્ર 240 બેઠકો મેળવવામાં સફળ રહી, જે 2019ની સરખામણીમાં ઘણી ઓછી છે.

પીએમ મોદીએ આ વાત કહી

આ પહેલા બુધવારે એનડીએમાં સામેલ પક્ષોના નેતાઓએ બેઠક કરી હતી અને સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. પીએમ મોદીએ બાદમાં કહ્યું કે અમારા મૂલ્યવાન એનડીએ સાથીદારો સાથે મુલાકાત થઇ. એનડીએ વિકસિત ભારતના નિર્માણની દિશામાં કામ કરશે.

બુધવારની બેઠકમાં જ સાથી પક્ષોને કહેવામાં આવ્યું હતું કે કેબિનેટ વિભાજન અંગે એક ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે જેના પર સહમતિ સાધવામાં આવશે. અપ્રમાણિત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યોજના કોઈપણ નંબરની ફોર્મ્યુલાને બદલે તમામ સહયોગીઓને ન્યાયી પ્રતિનિધિત્વ આપવાની છે.

ટીડીપીએ લોકસભા અધ્યક્ષની ખુરશીની પણ માંગ કરી હતી

આવી સ્થિતિમાં પાંચ સભ્યો સુધીની પાર્ટીને એક મંત્રી પદ આપવામાં આવી શકે છે અને તેનાથી વધુ સંખ્યા ધરાવતા જેડીયુ અને ટીડીપીને ત્રણ-ત્રણ મંત્રી પદ મળી શકે છે. જો કે, એવી અટકળો ચાલી રહી હતી કે આ પક્ષોએ ચાર મંત્રી પદની માંગણી કરી છે અને ટીડીપીએ પણ લોકસભા અધ્યક્ષ પદની માંગણી કરી છે. બંને પક્ષોમાંથી કોઈએ પણ આ માંગણીઓ ઔપચારિક રીતે જણાવી નથી.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પક્ષો દ્વારા હજુ સુધી કોઈ માંગણી કરવામાં આવી નથી. શપથ ગ્રહણ સમારોહને લઈને ગુરુવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને એક લાંબી બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ બેઠકમાં તૈયારીઓની સાથે ચૂંટણીની સમીક્ષા પણ થઈ હતી.                                                                                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget