(Source: ECI/ABP News/ABP Majha)
NEET 2021: પરીક્ષાનું નવું શિડ્યૂલ ક્યારે જાહેર થઈ શકે છે ? જાણો
અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસમાં એડમિશન માટે લેવાતી આ પરીક્ષાને લઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ હજુ સુધી એપ્લિકેશન ફોર્મ જાહેર કર્યા નથી. જોકે થોડા દિવસમાં નવું શિડ્યૂલ જાહેર કરવામાં આવી શકે છે.
નીટ એક્ઝામને લઈ હજુ પણ સસ્પેંસ છે. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસમાં એડમિશન માટે લેવાતી આ પરીક્ષાને લઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ હજુ સુધી એપ્લિકેશન ફોર્મ જાહેર કર્યા નથી. જોકે થોડા દિવસમાં નવું શિડ્યૂલ જાહેર કરવામાં આવી શકે છે.
એનટીએ હજુ સુધી એક્ઝામ માટે એપ્લિકેશન ફોર્મ જાહેર કર્યા નથી. ગત વખતના નોટિફિકેશન મુજબ એક્ઝામ 1 ઓગસ્ટે યોજાનારી છે. આ સ્તિથિમાં સ્ટુડન્સ્ દ્વીધામાં છે કે એક્ઝામ યોજાશે કે પછી સ્થગિત કરી દેવાશે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેક નોટિસ જાહેર થઈ હતી. જેમાં યુજી મેડિકલ નીટ ૫મી સપ્ટેમ્બરે લેવાશે તેવી માહિતી પણ જાહેર થતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં મોટી મુંઝવણ ઉભી થઈ છે.આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને જાણ થતા એજન્સી દ્વારા પબ્લિક નોટીસ જાહેર કરીને વિદ્યાર્થીઓ-વાલીઓને આવી અફવાથી દૂર રહેવા જણાવ્યુ હતું.
પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું એનટીએ દ્વારા કોઈ પણ તારીખ હજુ સુધી નક્કી થઈ નથી. નીટની તારીખ નક્કી કરવા હાલ સંબંધીત સંસ્થાઓ-લોકો સાથે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. તારીખ ફાઈનલ થયા બાદ વિધિવત રીતે એનટીએની વેબસાઈટ પર જાહેર કરવામા આવશે.જેથી વિદ્યાર્થીઓ-વાલીઓએ વેબસાઈટ જોતા રહેવુ અને આ બનવાટી નોટિસને ધ્યાનમા ન લેવી તેમજ આવી અફવાઓ-ફેક નોટિસથી સાવચેત રહેવું
NTA આપી આ જાણકારી
એનટીએ કહ્યું કે નીટ યુજી એક્ઝામ ડેટ ફાઇનલ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. પરીક્ષાની નવી તારીખ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરાશે. તમામ નવા અપડેટ માટે એનટીએની સત્તાવાર વેબસાઈટ nta.nic.in અને ntaneet.nic.inની મુલાકાત લો.
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા ને 896 લોકોના મોત થયા હતા. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે.
Education Loan Information:
Calculate Education Loan EMI