શોધખોળ કરો
Advertisement
આજથી નહીં સંભળાય અમિતાભની અવાજવાળી કોરોના કોલર ટ્યૂન, નવા અવાજમાં હશે આ મેસેજ
વિતેલા થોડા સમયથી જ્યારે આપણે કોઈને ફોન કરતા હતા ત્યારે એ પહેલા એક્ટર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાતો હતો પરંતુ હવે તેની જગ્યાએ જસલીન ભલ્લાનો અવાજ સાંભળા મળશે.
આજથી તમારા મોબાઈલ ફોન પર કોલ પહેલા અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના કોલર ટ્યૂન નહીં સાંભળવા મળે. આજથી કોલ કરવા પર કોરોના વેક્સીનેશન સાથે જોડાયેલ કોલર ટ્યૂન જસલીન ભલ્લાના અવાજમાં સાંભળવા મળશે. આ કોલર ટ્યૂન હિંદી અને ઇંગ્લિશ બન્ને ભાષામાં સંભળાશે. તેમાં રસીકરણે લઈને મેસેજ આપવામાં આવશે.
દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી અરજી
વિતેલા થોડા સમયથી જ્યારે આપણે કોઈને ફોન કરતા હતા ત્યારે એ પહેલા એક્ટર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાતો હતો પરંતુ હવે તેની જગ્યાએ જસલીન ભલ્લાનો અવાજ સાંભળા મળશે. અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલર ટ્યૂન હટાવવાને લઈને હાલમાં જ થોડા દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ થઈ હતી જેમાં અપીલ કરવામાં આવી હતી કે કોલર ટ્યૂન અમિતાભ બચ્ચનની જગ્યાએ રિયલ કોરોના વોરિયરનો અવાજ હોવો જોઈએ.
કોણ છે જસલીન ભલ્લા
દિલ્હી યૂનિવર્સિટીની ખાલસા કોલેજથી ગ્રેજ્યુએલ જસલી ભલ્લા એક જાણીતી વોઇસઓવર આર્ટિસ્ટ છે. બિગ બી પહેલા જેનો અવાજ આપણને કોરોના કોરલ ટ્યૂનમાં સાંભળવા મળથો હતો તે જસલીનનો જ અવાચ હતો. ઉપરાંત જસલીર મેટ્રોમાં પણ પોતાનો અવાજ આપી ચૂકી છે. મેટ્રોમાં જે અવાજ સંભળાય છે તે ‘દરવાજા ડાબી બાજુ ખુલશે’ એ તેનો જ અવાજ છે. જસલીને સ્પાઇસજેટમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion