Covid New Variant: કોરોનાના નવા વેરિઅન્ટ Omicron નો ફફડાટ, સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને આપ્યા આ નિર્દેશ
Omicron Variant: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ તમામ રાજ્યોને પત્ર લખીને તેને રોકવાના નિર્દેશ આપ્યા છે.
New Corona variant: દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે અને તેને ઓમિક્રોન નામ અપાયું છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.
આ દરમિયાન ભારતમાં તેના પર વધારે આપવાના નિર્દેશ અપાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ તમામ રાજ્યોઅ અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને તેને રોકવાના નિર્દેશ આપ્યા છે. પત્રમાં કડક ચેકિંગ, દેખરેખ વધારવા અને કોરોના વેક્સિનેશન વેગીલું બનાવવાના નિર્દેશ છે.
Union Health Secretary Rajesh Bhushan writes to all States/UTs over the #Omicron variant of COVID19, asks them to enforce intensive containment & active surveillance measures and also increase coverage of vaccination pic.twitter.com/5qxAHYhZtH
— ANI (@ANI) November 28, 2021
ભારતમાં તબાહી મચાવી શકે છે Omicron ! જાણો WHO ના વૈજ્ઞાનિકે શું કહ્યું
WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું, કોવિડ 19નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં કોવિડ પ્રોટોકોલના યોગ્ય વ્યવહાર માટે ચેતવણી રૂપ છે. એનડીટીવી સાથે વાત કરતાં તેમણે શક્ય તમામ સાવધાની રાખવા અને માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું, તમારા ખિસ્સામાં વેક્સિન રાખેલી છે, જે વિશેષ રીતે ઈનડોર સેટિંગ્સમાં વધારે પ્રભાવી છે. સ્વામીનાથને કહ્યું, આ વેરિયંટ ડેલ્ટાની તુલનમાં વધારે સંક્રામક હોઈ શકે છે. જોકે હાલ તેના વિશે સત્તાવાર રીતે કંઈ ન કહી શકાય. આપણને થોડા દિવસોમાં તેના સ્ટ્રેન અંગે જાણવા મળશે. સ્વામીનાથને કહ્યું, નવા કોવિડ વેરિયંટની વિશેષતા ઓળખવા આપણે વધારે સ્ટડી કરવાની જરૂર છે.
કોરોનાનો નવા વેરિઅન્ટ અત્યંત ચેપી અને ચિંતાજનક
દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે અને તેને ઓમિક્રોન નામ અપાયું છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.