Income Tax Portal Issue: ઇન્ફોસિસના CEO સલિલ પારેખને નાણા મંત્રાલયનું તેડું, જાણો કયા મામલે થશે પૂછપરછ
ઇન્ફોસિસસના CEO સલિલ પારેખને નાણા મંત્રાલયનું તેડુ આવ્યું છે. તેમને નવી ઇ ફાઇલિંગ પોર્ટલના લોન્ચ થવા બાદ તેમાં આવતી સમસ્યા મામલે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યાં છે.
Income Tax Portal Issue: ઇન્ફોસિસસના CEO સલિલ પારેખને નાણા મંત્રાલયનું તેડુ આવ્યું છે. તેમને નવી ઇ ફાઇલિંગ પોર્ટલના લોન્ચ થવા બાદ તેમાં આવતી સમસ્યા મામલે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યાં છે.
ભારત સરકારના નાણામંત્રાલયે દેશની મોટી ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના એમડી તેમજ CEO સલિલ પારેખને સમન આપ્યું છે. 23 ઓગસ્ટ 2021એ ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખને એ પૂછવા માટે નાણામંત્રાલય બોલાવામાં આવ્યું છે. કે નવી ઇ ફાઇલિંગ પોર્ટલ લોન્ચ થયા બાદ હજુ સુધી આ પોર્ટલ સાથે જોડાયેલી સમસ્યાનો અંત કેમ નથી આવ્યો. ઉલ્લેખનિય છે કે, 21 ઓગસ્ટ 2021થી ઇન્કમ ટેકસની નવી ઇફાઇલિંગ પોર્ટલ ઇનક્મ ટેક્સ રિર્ટન ફાઇલ કરવા માટે ઉપલબ્ધ જ નથી. લોન્ચ થયા
ઇ ફાઇલિંગ પોર્ટલ સમસ્યા
ઇન્કમ ટેક્સ વિભાગના નવા ઇ ફાઇલિંગ પોર્ટલમાં અનેક સમસ્યા આવી રહી છે. ITR ભરવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્લી હાઇકોર્ટે કહ્યું કે, આઇટી રિર્ટન ફાઇલ કરનાની આ સમસ્યાને અમે સમજીએ છીએ. ઇન્કટેક્સ વિભાગના ફાઇલિંગ પોર્ટલ કામકાજ ન કરતું હોવાથી આ સમસ્યા આવી રહી છે. જેના કારણે આઇટી રિર્ટન ફાઇલ કરનારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Ministry of Finance has summoned Sh Salil Parekh,MD&CEO @Infosys on 23/08/2021 to explain to hon'ble FM as to why even after 2.5 months since launch of new e-filing portal, glitches in the portal have not been resolved. In fact,since 21/08/2021 the portal itself is not available.
— Income Tax India (@IncomeTaxIndia) August 22, 2021
નાણામંત્રાલયે ઝડથી સમસ્યા દૂર થવાનો આપ્યો હતો ભરોસો
નાણામંત્રી નિર્મલા સીતારમણે ભરોસા આપતા કહ્યું હતું કે, ઇ ફાઇલિંગ પોર્ટલને ઝડપથી ઠીક કરવામાં આવશે. જો કે કેન્દ્ર્ સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, ઇન્કટેક્સ વિભાગની નવી ઇ ફાઇલિંગ પોર્ટલ મામલે 2000થી વધુ મેઇલ મળ્યાં છે. જે બધા જ આ પોર્ટલ પ્રોપર કામ ન કરવું હોવાના મામલે જ છે. આ પોર્ટલમાં 90થી અલગ-અલગ સમસ્યા સામે આવી રહી છે.
સરકારે લોકસભામાં શું આપ્યો જવાબ
ઇન્કમ ટેક્સ ઇ ફાઇલિંગ વેબસાઇટથી સંબંધિત જવાબ દેતા સરકારે કહ્યું કે, “નવી ઇ ફાઇલિંગ વેબસાઇટ બનાવતી કંપની ઇન્ફોસિસના પોર્ટલના કામકાજમાં આવી રહેલી ટેકનિકલ મુશ્કેલી વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્ફોસિસે કહ્યું છે કે, ઇન્કમ ટેક્સ વિભાગની નવી વેબસાઇટમાં જે ટેકનિકલી મુશ્કેલી આવી રહી છે. તેને દૂર કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યાં છે