શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોટી સંખ્યામાં લોકો થઇ શકે છે ડેેંગ્યૂ સંક્રમિત, સ્ટડીમાં થયો ખુલાસો, જાણો શું છે કારણ?
રાષ્ટ્રીય મલેરિયા અનુસંધાન સંસ્થાન અને દિલ્લીના વિક્રમ કુમાર સહિતના કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, શહેરમાં ડેેંગ્યૂ વાયરસ સહિત મચ્છરજન્ય રોગની સંખ્યા વધી શકે છે. શું છે કારણ જાણીએ....
રાષ્ટ્રીય મલેરિયા અનુસંધાન સંસ્થાન અને દિલ્લીના વિક્રમ કુમાર સહિતના કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, શહેરમાં ડેન્ગ્યૂ વાયરસ સહિત મચ્છર જન્ય રોગની સંખ્યા વધી શકે છે. તેમણે જણાવ્યું કે, શહેરીકરણની રફતારના કારણે દુનિયામાં લગભગ લગભગ 3.5 અરબ લોકો ડેન્ગ્યૂથી સંક્રમિત હોવાનો ખતરો છે.
સામાજિક અને પર્યાવરણી કારણોનું વિશ્લેષણ
શોધ પત્રિકા ‘પીએલઓએસ નેગલેક્ટેડ ટ્રોપિકલ ડીસીઝ’માં પ્રકાશિત એક અધ્યનમાં વૈજ્ઞાનિકોએ દિલ્લીમાં વાયરસના ખતરાના કારણે સામાજિક અને પર્યાવરણી જોખમી કારણોનું વિશ્લેષણ કર્યું તેમણે આ વિશ્લેષણમાં 2017માં લોકોના શરીરમાં ડેન્ગ્યૂની એન્ટીબોડી અને શહેરના 18 વિસ્તારમાં મચ્છરોના લાર્વા મોજૂદ હોવાની સાથે આસપાસના વિસ્તારમાં સામાજિક આર્થિક પાસાને ધ્યાનમાં રાખીને વિશ્લેષ્ણાત્મક અધ્યન કર્યું હતું.
જ્યાં નળનું પાણી નથી મળતું ત્યાં વધું જોખમ
વિશ્લેષણમાં જોવા મળ્યું કે, જે 7.6 લોકોમાં એન્ટીબોડી મળી હતી. તે હાલ થોડા સમય પહેલા જ સંક્રમિત થયા હતા. અધ્યનમાં જાણવા મળ્યું કે જે વિસ્તારમાં નળનું પાણી ન હતું મળતું તેવા વિસ્તારમાં સંક્રમણનો ફેલાવો વધુ હતો. અધ્યનના તારણ મુજબ મચ્છરોની સંખ્યા ઓછી હોવા છતાં પણ મધ્યમવર્ગીય વિસ્તાર કરતા ધનાઢ્ય કોલોનીમાં વધુ જોખમ જોવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion