(Source: ECI/ABP News/ABP Majha)
થાંભલા પર ચઢીને લાઇટ રિપેરિંગનુ કામ કરી રહ્યો હતો વાયરમેન, અચાનક વિભાગે ચાલુ કરી દીધી લાઇન, ને પછી..........
દૂર્ઘટના જોઇને ગ્રામીણોએ આની સૂચના પાવર હાઉસને આપી, છતાં પાવર હાઉસ તરફથી કોઇ એક્શન લેવામાં ના આવી,
Nalanda News: રહુઇ વિસ્તારના નટ ટોલા વિસ્તારમાં ગુરુવારની સવારે વીજળી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. ખરેખરમાં અહીં એક વાયરસમેન થાંભલા પર ચઢીને કામ કરી રહ્યો હતો અને અચાનક વિભાગે લાઇન ચાલુ કરી દેતા વાયરસમેનનુ મોત થઇ ગયુ હતુ. વીજળી વિભાગનો કર્મચારી- વાયરમેન અજીત કુમાર પાન્ડેય કોઇ ખામીને રિપેર કરવા માટે ટ્રાન્સફોર્મર પર ચઢ્યો હતો. ચઢતા પહેલા તેને રહુઇ પાવર હાઉસના શટડાઉન માટે સૂચના આપી હતી. તે જેવો ખામીને ઠીક કરવા માટે ટ્રાન્સફોર્મરના થાંભલા પર ચઢ્યો, તો તેને કોઇપણ જાતની સૂચના વિના પાવર હાઉસમાંથી લાઇન ચાલુ કરી દીધી. જેના કારણે કર્મચારી વાયરસમેન અજીત કુમાર પાન્ડે બળીને ખાખ થઇ ગયો હતો, તેને જીવ ગુમાવવો પડ્યો હતો.
દૂર્ઘટના જોઇને ગ્રામીણોએ આની સૂચના પાવર હાઉસને આપી, છતાં પાવર હાઉસ તરફથી કોઇ એક્શન લેવામાં ના આવી, આ દરમિયાન ગ્રામલોકોએ પોતાની રીતે વીજળી કર્મીનો જીવ બચાવવાની કોશિશ કરી, પરંતુ તે બચાવી શક્યા નહીં.
આ ઘટનાને લઇને ગ્રામજનો આક્રોશિત થઇ ગયા હતા, તેઓએ બતાવ્યુ કે, વીજળી કર્મીનુ મોત સવારે 5.30 વાગે થયુ હતુ, પરંતુ કેટલાક કલાકો વીતી જવા છતાં વીજળી વિભાગનો કોઇપણ કર્મી ઘટનાસ્થળ પર ન હતો પહોંચ્યો.
હાલમાં આ ઘટનાની તપાસ પોલીસને સોંપવામાં આવી છે, પોલીસે ટ્રાન્સફોર્મર પર પડેલા વીજળી વિભાગના વાયરમેનનો મૃતદેહ પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ