શોધખોળ કરો
Advertisement
NIAને પાકિસ્તાનમાં તપાસ નહી કરવા દેવાય તો વિશ્વાસઘાત ગણાશેઃ રાજનાથસિંહ
પઠાણકોટઃ કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારે પાકિસ્તારન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો પડોશી દેશ પઠાણકોટ એરબેસ પર થયેલા હુમલા મામલે તપાસ માટે NIAના દળને ત્યાં જવાની અનુમતી નહી આપે તો ભારત સાથે 'વિશ્વાસઘાત' ગણાશે. તેમણે એ પણ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર ક્યારે મુદ્દો નથી રહ્યો અને બંને દેશો વચ્ચે જો કોઇ મુદ્દો હોય તો તે છે પાકિસ્તાન અધિકૃત કશ્મીરનો
જાણીતા વિદ્વાન લોકોને સંબોધન કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનના સંયુક્ત તપાસ દળે પઠાણકોટ આંતકવાદી હુમલાની તપાસના મામલે ભારત આવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. અને પરસ્પર સહમતી બની હતી. પાકિસ્તાની તપાસકર્તાઓના ભારત પ્રવાસ બાદ રાષ્ટ્રીય તપાસ એજેંસી NIAનું એક દળ પણ તપાસ માટે અને અમુક લોકોને પુછપરછ કરવા માટે પાકિસ્તાન જાશે.
તેમણે જણાવ્યું હતું કે, 'પાકિસ્તાને અત્યાર સુધી NIAને ત્યાં જવાની અનુમતી નથી આપી. જો NIAના દળને પાકિસ્તાન જવાની અનુમતી નહી આપવામાં આવે તો એ ભારત સાથે વિશ્વાસઘાત હશે.' સિંહે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને NIAના દળને પાક. પ્રવાસની અનુમતી આપીને સાબિત કરવું પડશે કે, તે આંતંકવાદનું સમર્થન નથી કરતું.
વધુમાં સિંહે જણાવ્યું હતું કે, એ વાત સાબિત થઇ ચુકી છે કે, પઠાણકોટ એરબેસમાં આવેલા હુમલાખોર પાકિસ્તાનથી ભારત આવ્યા હતા અને ભારતે આ મુદ્દાને ઘણી ગંભીરતાથી લીધો છે. નરેંદ્ર મોદી સરકારના બે વર્ષની ઉજવણીના ભાગ રૂપે 'વિકાસ પર્વ'માં લોકોને સંબોધીત કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહ દાવો કર્યો હતો. કે, છેલ્લા બે વર્ષમાં દેશમાં 7.6 ટકા જીડીપી વિકાસ દર મેળવ્યો છે જે પ્રશંસાને પાત્ર છે. સિંહે જણાવ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમમાં ત્રણ કરોડ લાભાર્થીઓ વચ્ચે 61000 કરોડની સબસિડી વહેંચવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement