કુંભ મેળામાં કોરોનાથી એક સાધુનું મોત, 30 સાધુની હાલત ગંભીર, ખતરો વધતાં ક્યા અખાડાએ 15 દિવસ પહેલા ંજ કુંભ પૂરો થયાની કરી નાંખી જાહેરાત ?
મહામારીમાં કુંભમળો કોરોનાનું એપિસેન્ટર બની ગયું છે. 30 સાધુ થયા સંક્રમિત થયા છો તો એક સાધુનું કોરોનાથી જ મૃત્યુ થયું છે. કોરોનનાની વકરતી સ્થિતિને જોતા નિરંજન અખાડે કુંભ મેળાના સમાપ્તીની જાહેરાત કરી છે.
મહામારીમાં કુંભમળો કોરોનાનું એપિસેન્ટર બની ગયું છે. 30 સાધુ થયા સંક્રમિત થયા છો તો એક સાધુનું કોરોનાથી જ મૃત્યુ થયું છે. કોરોનનાની વકરતી સ્થિતિને જોતા નિરંજન અખાડે કુંભ મેળાના સમાપ્તીની જાહેરાત કરી છે.
કોરોનાની મહામારી વચ્ચે હરિદ્રારમાં કુંભમેળો ચાલી રહ્યો છે. જો કે મહામારીમાં આ આયોજન ઘાતક સાબિત થઇ રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં અહીં કોરોનાના 2,167 કેસ સામે આવી ચુક્યા છે. આ સ્થિતિને જોતા નિરંજન અખાડાના સચિવે કુંભમેળાના સમાપ્તિની જાહેરાત કરી છે. જો કે કોરોના ઘાતક સ્થિતિ હોવા છતાં પણ અધિકારીઓનું નિવેદન છે કે, કુંભ મેળો 30 એપ્રિલ સુધી ચાલશે.
નિરંજન અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, મુખ્ય શાહી સ્નાન પૂર્ણ થઇ ગયું છે. કેટલાક સાધુ સંતોમાં કોરોનાના લક્ષણો દેખાઇ રહ્યાં છે. તો એક સાધુનો કોરોનાના કારણે મૃત્યું થયું છે તો આ સ્થિતેને જોતા અખાડા દ્રારા જ કુંભમેળાના સમાપ્તિની જાહેરાત કરાઇ છે. જો કે કોરોના વિસ્ફોટ છતાં પણ હજું સુધી સતાવાર રીતે અધિકારીઓ તરફથી સમાપ્તિની જાહેરાત ન કરાતા 30 સુધી કુંભમેળો ચાલું રહેવાની જાહેરાત કરાઇ છે.
ઉલ્લેખનિય છે કે, નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું બુધવારે કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. તેઓ ચિત્રકુટથી કુંભમેળામાં ભાગ લેવા માટે આવ્યાં હતા. તેમની દેહરાદૂન કૈલાસ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જો કે દુર્ભાગ્યવશ તેમનું સાવવાર દરમિયાન જ મૃત્યુ થયું છે.
મહાકુંભમાં સંખ્યા વધી જતી કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવું મુશ્કેલ બન્યું હતું. હરિદ્રાર મહાકુંભમાં કોવિડ-19ની ગાઇડલાઇન્સનું સતત ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં સામાજિક અંતરનું નામો નિશાન જોવા મળ્યું ન હતો. આ કારણે જ કુંભમેળો કોરોનાનું એપિસેન્ટર બની ગયું અને . છેલ્લા 5 દિવસમાં અહીં કોરોનાના 2,167 કેસ સામે આવી ચુક્યા છે. જો કે તેમ છતાં પણ હજું સુધી મેળો બંધ કરાવાની જાહેરાત સતાવાર રીતે અધિકારીઓ તરફથી નથી કરાઇ.