શોધખોળ કરો

નિર્ભયાકાંડના દોષીઓને ગમે ત્યારે મળી શકે છે ફાંસી, બક્સર જેલને ફાંસીના ફંદા બનાવવા નિર્દેશ અપાયા

નિભર્યા ગેંગરેપ મામલે છ આરોપીઓમાંથી એક આરોપીનું મોત નિપજ્યું છે. જ્યારે એક સગીર સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો છે.

નવી દિલ્હીઃ બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. બિહારની બક્સર જેલ રાજ્યની એકમાત્ર એવી જેલ છે જેણે ફાંસીના ફંદા બનાવવામાં નિપુણતા મેળવેલી છે. ગત સપ્તાહે બક્સર જેલ પ્રશાસનને ફાંસીના 10 ફંદા બનાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા પરંતુ તેઓ ફંદાની માંગ ક્યાંથી અને કયા ઉદ્દેશ્યથી કરાઈ છે તે બાબતે અજાણ છે. જણાવી દઈએ કે, એક આરોપી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દાખલ કરવામાં આવેલી દયા અરજીને ગૃહ મંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદની ડોક્ટર સાથે ગેંગરેપ બાદ તેને સળગાવી હત્યા કરવાના મામલામાં ચાર આરોપીઓને ઠાર મરાયા બાદ નિર્ભયાનાં નરાધમોને ફાંસી આપવાની માગ જોર પકડી રહી છે. નિર્ભયાકાંડના દોષીઓને ગમે ત્યારે મળી શકે છે ફાંસી, બક્સર જેલને ફાંસીના ફંદા બનાવવા નિર્દેશ અપાયા નિભર્યા ગેંગરેપ મામલે છ આરોપીઓમાંથી એક આરોપીનું મોત નિપજ્યું છે. જ્યારે એક સગીર સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો છે. બીજા બચ્યા ચાર આરોપીમાંથી એક દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. અને આ જ કારણે આગળની કાર્યવાહી કરવામાં આવી શકી નથી. આશા છે કે, ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં જ દયા અરજી પર નિર્ણય કરશે. બક્સર જેલના અધિક્ષક વિજય કુમારના કહેવા પ્રમાણે જેલ નિયામકે તેમને 14 ડિસેમ્બર સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપેલો. વધુમાં જણાવ્યું કે, સંસદ હુમલામાં અફજલ ગુરૂને મોતની સજા આપવા બક્સર જેલમાં તૈયાર કરાયેલો ફાંસીનો ફંદો જ વાપરવામાં આવ્યો હતો. બક્સર જેલમાં ઘણા લાંબા સમયથી ફાંસીના ફંદા બનાવવામાં આવે છે અને એક ફાંસીનો ફંદો તૈયાર કરવા 7,200 કાચા દોરાનો ઉપયોગ થાય છે. પાંચ-છ કેદીઓ બે-ત્રણ દિવસની મહેનત બાદ એક ફંદો તૈયાર કરે છે. છેલ્લે એક ફંદો 1,725 રૂપિયામાં તૈયાર થયો હતો અને આ વખતે ગળામાં ફસાતી પીત્તળની બુશની કિંમત વધી હોવાથી પડતર કિંમત વધી શકે છે.

ટોપ સ્ટોરી

TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Embed widget