શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફાંસી ટળતા નિર્ભયાના પિતાએ કેજરીવાલ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- કેજરીવાલ નથી ઇચ્છતા કે ફાંસી.....
નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે કેજરીવાલ નથી ઇચ્છતા કે ફાંસી થાય. કેજરીવાલ માટે વિજળી, પાણી મહત્વપૂર્ણ છે, મહિલા સુરક્ષા મહત્વપૂર્ણ નથી.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ-મર્ડરના ચાર દોષિતોની ફાંસી ફરી અટકી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે શુક્રવારે તિહાર જેલ પ્રશાસસને આ દોષિઓને આગામી આદેશ સુધી ફાંસી ન આપવા માટે કહ્યું છે. ફાંસી પર સ્ટે બાદ નિર્ભયાના માતા પિતા ખૂબ જ નિકાશ છે. ફાંસીમાં વિલંબ માટે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાને દોષિત ગણાવ્યા છે. જોકે, કેજરીવાલે કાયદાકીય દાવ પેચને જવાબદાર ગણાવતા કાયદામાં ફેરફારની વાત કહી છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે આ મુદ્દે ચર્ચાની જરૂરત ગણાવી છે.
નિર્ભયાના પિતાએ એએનઆઈને કહ્યું, ‘કોર્ટે મામલો ટાળી દીષો ખબર નહીં કેટલા દિવસ સુસી કેસ આમ ટાળવામાં આવશે, તેનો મતલબ કેજરીવાલે આ કામ કર્યું છે, કેજરીવાલના અધિકારમાં જેલ ઓથોરિટી છે, ત્યાંથી જ બધુ અટકેલું છે. સમગ્ર સિસ્ટમ કેજરીવાલના હાથમાં છે.’
નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે કેજરીવાલ નથી ઇચ્છતા કે ફાંસી થાય. કેજરીવાલ માટે વિજળી, પાણી મહત્વપૂર્ણ છે, મહિલા સુરક્ષા મહત્વપૂર્ણ નથી. કેજરીવાલે કશું કર્યું નથી. ફાંસી ટળવાથી દુ:ખી નિર્ભયાની માતાએ કહ્યું હતું કે હવે હું શું કરું. મારા આંસુ અને મારું દુ:ખ કોઈ જોતું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જ્યારે ફાંસી ટાળવામાં આવી ત્યારે નિર્ભયાની માતાએ દુ:ખી થઈને સરકારને દખલ આપવા અપીલ કરી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમની ઉપર લાગેલા આરોપો પર જવાબ આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા કહ્યું હતું કે, મને દુ:ખ છે કે નિર્ભયાના અપરાધી કાનૂનના દાવ પેંચ શોધીને ફાંસીને ટાળી રહ્યા છે. આ લોકોને તુરંત જ ફાંસી થવી જોઈએ. સાથે જ આપણે કાનૂનમાં સંશોધન કરવાની સખત જરુર છે, જેથી દુષ્કર્મના મામલામાં ફાંસી 6 મહિનાની અંદર થાય. નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન તિહારના વકીલે કહ્યું હતું કે વિનયની રાહ જોવાઈ શકે છે પણ બાકી ત્રણ દોષિતોને કાલે ફાંસી આપવામાં આવે. જેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે લંબિત છે તેને છોડીને બાકી ત્રણને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવે.#WATCH Asha Devi, mother of the 2012 Delhi gang-rape victim: The lawyer of the convicts, AP Singh has challenged me saying that the convicts will never be executed. I will continue my fight. The government will have to execute the convicts. pic.twitter.com/VynpcSLhyp
— ANI (@ANI) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion