News: ભાજપના મોટા નેતાએ અચાનક રાજનીતિ છોડવાનું કર્યુ એલાન, ટ્વીટર પર જનતાનો આભાર માનીને કહ્યું કે......
નિલેશ કેન્દ્રીય કેબિનેટ મંત્રી નારાયણ રાણેનો મોટો દીકરો છે. તેમના ભાઈ નિતેશ નારાયણ રાણે મહારાષ્ટ્ર વિધાનસભામાં કંકાવલી મતવિસ્તારના ધારાસભ્ય છે.
Maharashtra Politics: આજે મહારાષ્ટ્રની રાજનીતિમાં અચાનક ભૂકંપ આવી ગયો છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય નિલેશ રાણેએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હવે નિલેશ રાણે સક્રિય રાજનીતિથી દૂર રહેશે. આ વાતની જાણ નિલેશ રાણેએ ખુદ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પરથી જનતાને કરી છે. નિલેશ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મોટા દીકરા છે. નિલેશ રાણેની પૉસ્ટ વાયરલ થયા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે.
નિલેશ રાણેએ એક્સ પર લખ્યું હતું - હું તમારા બધાનો ખૂબ જ આભારી છું જેઓએ મને છેલ્લા 19/20 વર્ષોમાં ખૂબ પ્રેમ કર્યો, જ્યારે કોઈ કારણ નહોતું ત્યારે મારી સાથે રહ્યાં. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને ભાજપમાં આટલો પ્રેમ મળ્યો અને મને ભાજપ જેવા મહાન સંગઠનમાં કામ કરવાની તક મળી.
નિલેશ રાણેએ આગળ લખ્યું- હું નાનો માણસ છું પરંતુ રાજકારણમાં ઘણું શીખ્યો અને કેટલાક સાથીઓ કાયમ માટે પરિવાર બની ગયા, હું જીવનમાં હંમેશા તેમનો ઋણી રહીશ. મને હવે ચૂંટણી વગેરે લડવામાં રસ નથી. ટીકાકારો ટીકા કરશે પણ મને મારો અને બીજાનો સમય બગાડવો ગમતો નથી, અને તે મારા મગજમાં નથી આવતુ. અજાણતા કેટલાક લોકોને દુઃખ પહોંચાડવા બદલ હું માફી માંગુ છું. આપ સૌને મારી શુભકામનાઓ. જય મહારાષ્ટ્ર!
नमस्कार,
— Nilesh N Rane (@meNeeleshNRane) October 24, 2023
मी सक्रिय राजकारणातून कायमचा बाजूला होत आहे, आता राजकरणात मन रमत नाही, इतर काही कारण नाही.
मागच्या १९/२० वर्षा मध्ये आपण सगळ्यांनी मला खूप प्रेम दिलं, कारण नसताना माझ्या सोबत राहिलात त्या बद्दल मी आपला खूप आभारी आहे. BJP मध्ये खूप प्रेम भेटलं आणि BJP सारख्या एका उत्तम…
કોણ છે નિલેશ રાણે ?
નિલેશ કેન્દ્રીય કેબિનેટ મંત્રી નારાયણ રાણેનો મોટો દીકરો છે. તેમના ભાઈ નિતેશ નારાયણ રાણે મહારાષ્ટ્ર વિધાનસભામાં કંકાવલી મતવિસ્તારના ધારાસભ્ય છે. 15મી લોકસભાના સભ્ય તરીકે રાણેએ ગૃહ બાબતોની સમિતિ અને નિયમો સમિતિમાં પણ સેવા આપી હતી.
રાણે એ જ મતવિસ્તારમાંથી 16મી લોકસભાની સીટ માટે ચૂંટણી લડ્યા હતા, પરંતુ શિવસેનાના ઉમેદવાર વિનાયક રાઉત સામે હાર્યા હતા. 2019 થી, તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. તેઓ 2009 થી 2017 સુધી કોંગ્રેસના સભ્ય પણ રહ્યા છે.