શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત, 62 ટકા મોત 18થી 35 વર્ષની વયના લોકોના: ગડકરી
દેશમાં દર વર્ષે પાંચ લાખ રોડ અકસ્માત થાય છે. જેમાં દોઢ લાખ લોકોના મોત થાય છે.
નાગપુર: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે માર્ગ અકસ્માત એક ગંભીર મુદ્દો છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ રોડ અકસ્માત થાય છે. જેમાં દોઢ લાખ લોકોના મોત થાય છે. નાગપુરમાં શનિવારે માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં અઢી થી ત્રણ લાખ લોકો ઘાયલ થાય છે.
તેઓએ જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં 62 ટકા મોત 18 થી 35 વર્ષની વયના લોકોના થાય છે. અકસ્માતમાં 1 લાખ 52 હજાર 780 લોકોના મોત થયા છે. જ્યારે 4 લાખ 46 હજાર 518 લોકો ઘાયલ થયા છે. ગડકરીએ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમનું મંત્રાલય તમામ પ્રયાસો બાદ પણ આ સંખ્યા ઘટાડવામાં અસફળ કહ્યું છે.
આ પહેલા રિપોર્ટ આવ્યો હતો કે, જાન્યુઆરીથી મે 2018 વચ્ચે ભારતમાં સૌથી વધુ રોડ દુર્ઘટના બની છે. જેમાં જાન્યુઆરીમાં 40,606, મે મહિનામાં 40,163, એપ્રિલમાં 38,718, માર્ચમાં 38,213 અને ડિસેમ્બરમાં 37,470 રોડ અકસ્માત થયા છે.
જૂનાગઢઃ ખાનગી બસનો થયો અકસ્માત, 6નાં મોત, આવી થઈ બસની હાલત
માર્ગ અકસ્માતમાં 29 ટકાનો ઘટાડો આવ્યો છે. જેમાં દુર્ઘટનામાં મરનારની સંખ્યામાં 30 ટકા ઘટાડો લાવવા માટે તમિલનાડુની પ્રશંસા કરી હતી. ગડકરીએ કહ્યું કે, લોકોએ ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતતા અને પોલીસ, આરટીઓ, બિન સરકારી સંગઠનો તથા અન્ય સંયુક્ત પ્રયાસ માર્ગ અકસ્માત ઘટાડવાની ચાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion