શોધખોળ કરો
Advertisement
નીતિન ગડકરીએ જણાવ્યું કે 5 વર્ષમાં શું રહી તેમના મંત્રાલયની સૌથી મોટી નિષ્ફળતા
કેંદ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું તેઓ માર્ગ અકસ્માતને મોટી નિષ્ફળતા માને છે.
નવી દિલ્હી: કેંદ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું તેઓ માર્ગ અકસ્માતને મોટી નિષ્ફળતા માને છે. એચટી મિન્ટ આઇડિયા ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં બોલતા નીતિન ગડકરીએ કહ્યું માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. જેનાથી તે ખુશ છે, પરંતુ એક મંત્રી તરીકે હું માનું છું કે અકસ્માત ન અટકવા એ અમારી સૌથી મોટી નિષ્ફળતા છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, 5 વર્ષના કાર્યકાળમાં મારી સૌથી મોટી નિષ્ફળતા એ છે કે હું માર્ગ અકસ્માતો ઘટાડી શક્યો નથી. અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દર વર્ષે 5 લાખ અકસ્માત થાય છે અને 1.5 લાખ મૃત્યુ થાય છે. જો કે, છેલ્લા 3 મહિનામાં પહેલીવાર અકસ્માતો અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.
નીતિન ગડકરીએ કહ્યું દુખદ વાત છે કે, આપણે અકસ્માતોને કારણે આપણા જીડીપીના 2 ટકા ગુમાવીએ છીએ. ગડકરીએ કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો વધારવા પર તેમનું ઘણું ભાર છે, તે અકસ્માતોને ઘટાડવામાં મહત્વનું બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement