શોધખોળ કરો

કોરોના નામનો રોગ જ નથી પણ મોબાઈલની 5G ટેકનોલોજીના ટેસ્ટિંગના કારણે આવેલી આફત છે ? મોદી સરકારે શું કહ્યું ?

આ વેશ્વિક મહામારી વાયરસને લઈને આ પ્રકારની ખોટી અને એકદમ ફેક સૂચનાઓ શેર કરવી યોગ્ય નથી. તેના ગંભીર પરિણામ જોવા મળી શકે છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીને લઈને અફવાઓ અને ખોટા સમચારાનું બજાર પણ ગરમ છે. સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકોની વચ્ચે વાયરસને લઈને એકથી એક નવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. વિતેલા ઘણાં સમયથી સોશિયલ મીડિયા અને લોકોની વચ્ચે એક અફવા ચાલી રહી છે કે આ કોરોના વાયરસનું સંક્રમણ 5g ટાવરના ટેસ્ટિંગનું દુષ્પરિણામ છે. એટલે કે 5g ટાવરના ટેસ્ટિંગને કારણે કોરોના વાયરસ આટલા ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દાવાની તપાસ PIB ફેક્ટ ચેકની ટીમે કરી છે અને તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

PIBએ કહ્યું કે, આ દાવો એકદમ ખોટો છે. પીઆબીએ કહ્યું કે, આ વેશ્વિક મહામારી વાયરસને લઈને આ પ્રકારની ખોટી અને એકદમ ફેક સૂચનાઓ શેર કરવી યોગ્ય નથી. તેના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારના કોઈપણ દાવા પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો.

તમને જણાવી કે, વૈજ્ઞાનિકોએ પણ આ દાવાની ટીકા કરી છે કે કોરોના અને 5જી ટેકનીકની વચ્ચે સંબંધની વાત બકવાસ છે અને આ જૈવિક રીતે શક્ય નથી. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે જે લોકો આવી પોસ્ટ શેર કરી રહ્યા છે તે બધા કોન્સપેરેસી થીયરીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં 5જીની મદદથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાનો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે

ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

Embed widget