શોધખોળ કરો
Advertisement
અયોધ્યામાં VHPના રામ મંદિર મોડલથી અમે સંતુષ્ઠ નથીઃ નિર્મોહી અખાડા
નિર્મોહી અખાડાના સરપંચ મહંત રાજારામ આચાર્યએ કહ્યું કે, મંદિરની ડિઝાઇનને અંતિમ રૂપ આપતા અગાઉ તેમની સલાહ લેવી જોઇએ
અયોધ્યાઃ અયોધ્યા વિવાદમાં સૌથી જૂના અરજીકર્તામાં સામેલ નિર્મોહી અખાડાને વિશ્વ હિંદુ પરિષદ સમર્થિત રામજન્મભૂમિ ન્યાસના રામ મંદિર પરિસરની ડિઝાઇન સ્વીકાર નથી. નિર્મોહી અખાડાના સરપંચ મહંત રાજારામ આચાર્યએ કહ્યું કે, મંદિરની ડિઝાઇનને અંતિમ રૂપ આપતા અગાઉ તેમની સલાહ લેવી જોઇએ અને તેમાં અખાડાની પરંપરાની આવશ્યક રીતે ધ્યાન રાખવું જોઇએ.
રાજારામચંદ્ર આચાર્યએ કહ્યું કે, અયોધ્યામાં બનનારા મંદિર ભડકાવ હોવું જોઇએ નહીં, મંદિર એવું હોવું જોઇએ જેમાં ભગવાન રામનો ત્યાગ દર્શાવવામાં આવે. આ ભાવશૂન્ય આધુનિક પરિસર હોવું જોઇએ નહીં. મંદિરની ડિઝાઇનને અંતિમ રૂપ આપતા અગાઉ નિર્મોહી અખાડા સાથે વિચાર વિમર્શ થવો જોઇએ. જેમાં નિર્મોહી અખાડાના રામનંદી પરંપરાઓ, જવાબદારીઓ, પ્રાર્થના અને રીતિ રિવાજોને આવશ્યક રીતે સામેલ કરવી જોઇએ કારણ કે આ છેલ્લા 400 વર્ષથી ચાલતી આવી રહી છે.
નોંધનીય છે કે રામ જન્મભૂમિ ન્યાયના સભ્યોએ વર્ષ 1991થી અયોધ્યામાં કારસેવકપુરમમાં એક કાર્યશાળા ચલાવે છે. જેમાં પથ્થરો કોતરવાની કામગીરી ચાલી રહી છે. જેનો ઉપયોગ રામ મંદિર બનાવવામાં કરવામાં આવશે. ન્યાસની યોજના અનુસાર, મંદિરનો ઢાંચો 268 ફૂટ લાંબો અને 140 ફૂટ પહોળો હશે. મંદિરમાં 212 સ્તંભ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion