શોધખોળ કરો
Advertisement
માત્ર Lockdown જ નહીં કોરોનાને વકરતો અટકાવવા આ દેશોને અપનાવી આ રીત, જાણો વિગતે
સિંગાપુરમાં સીસીટીવીની મદદ લેવામાં આવી. સીસીટીવી ફૂટેજતી સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવેલા 6000 લોકોને ટ્રેસ કરવામાં આવ્યા.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર વધવાની સાથે લોકોમાં ડર પણ વધી રહ્યો છે. સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ છે કે જનતા કફર્યુ વચ્ચે અડધા ભારતમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. જરૂરી સર્વિસ સેવા સિવાય બધુ જ બંધ કરી દેવામાં આવ્યું છે. WHOના કહેવા મુજબ, કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉન પૂરતું નથી, આ સ્થિતિમાં ભારત હવે કોરોના સામે લડવા કડક પગલાં લઈને વાયરસથી બચવું પડશે.
ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોરોના સંક્રમણના મામલા ઝડપથી વધ્યા તો ત્યાં એટલી ઝડપથી કોરોના વાયરસની ટેસ્ટ કિટ બનાવવામાં આવી. આશરે 3 લાખ લોકોએ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને દરરોજ 10000 લોકોનો મફતમાં ટેસ્ટ થઈ રહ્યો છે.
સિંગાપુરમાં સીસીટીવીની મદદ લેવામાં આવી. સીસીટીવી ફૂટેજતી સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવેલા 6000 લોકોને ટ્રેસ કરવામાં આવ્યા. જે બાદ તેમને ઘરમાં જ રહેવાનો આદેશ કરવામાં આવ્યો. ઉપરાંત તેમની પાસેથી દિવસમાં અનેકવાર ફોટા મંગાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેઓ ક્યાં છે તેની ખબર પડે. 22 માર્ચ સુધી સિંગાપુરમાં કોરોનાના 432 કેસ સામે આવ્યા અને 2 લોકોના મોત થયા હતા.
હોંગકોંગમાં જે સંક્રમિત વ્યક્તિમાં લક્ષણ જોવા મળ્યા હોય તેના બે દિવસ પહેલા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. હોંગકોમાં વિદેશથી આવેલા લોકોને તેમના હાથમાં ઈલેકટ્રિક બ્રેસલેટ પહેરાવીની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.
કોરોનાથી બચવા ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે પરંતુ તેની સાથે વિદેશથી આવેલા વ્યકિતની ઓળખ કરવી તથા કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા કે કોરોના શંકાસ્પદના સંપર્કમાં આવેલા લોકોને ઓળખવા પણ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement