આજકાલ દિવસમાં એક જ વખત ભોજન લઈ રહ્યા છે PM મોદી, ખુદ જણાવ્યું તેનું કારણ
સોમવારે (16 ઓગસ્ટ) મોદીએ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું.
નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી દિવસમાં એક જ વખત ભોજન લે છે? સાંભળીને નવાઈ લાગશે. તમે પણ વિચારતા હશો કે આખરે એવું શું થયું કે મોદી બે વખતનું ભોજન નથી ખાતા. આ ખુલાસો પીએમ મોદીએ કર્યો છે. મોદીએ કહ્યું કે આ દિવસોમાં તેઓ માત્ર એક વખત જ ભોજન કેમ ખાય છે.
વાત એમ છે કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. આમ તો આ મૂળ જૈન ધર્મમાં માનનારાઓનો તહેવાર છે, પરંતુ હિન્દુઓ આ સમય દરમિયાન ધાર્મિક વિધિઓ પણ કરે છે. ચાતુર્માસ દરમિયાન દહીં, પાંદડાવાળા શાકભાજી વગેરે ઘણી પ્રકારની વસ્તુઓ ખાવામાં આવતી નથી. વળી અનુકૂળ હવામાનના અભાવને કારણે ઘણા લોકો એક જ સમય ખોરાક લે છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આવા જ લોકોમાંથી છે જે ચાતુર્માસ દરમિયાન માત્ર એક જ વખત ભોજન લે છે. આ વાતનો ખુલાસો એક વીડિયો પરથી થયો છે.
વાસ્તવમાં, સોમવારે (16 ઓગસ્ટ) મોદીએ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. ત્યાં તેણે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને પોતાનો મનપસંદ ચુરમા ખવડાવ્યો. જ્યારે નીરજ ચોપરાને ચુરમા આપવામાં આવી ત્યારે મોદીએ કહ્યું કે તેમણે મારી સાથે એક વખત જમવું પડશે. તેના પર ચોપરાએ તેને કહ્યું કે તમારે પણ લેવું જોઈએ. ત્યારે જ મોદીએ કહ્યું કે આજકાલ ચાતુર્માસ છે અને હું આ સમય દરમિયાન માત્ર એક જ વાર ભોજન લઉં છું.
તેમણે કહ્યું કે એકવાર અટલજી ક્યાંક ભોજન લેવા ગયા હતા. ત્યાં તેને ગુલાબ જામુન આપવામાં આવ્યું. બહાર આવ્યા બાદ અટલજીએ મીડિયા લોકોના સવાલના જવાબમાં કહ્યું કે તેમને ગુલાબ જામુન પસંદ છે. આ પછી, અટલજી જ્યાં પણ ગયા, તેમને ભોજન પછી ગુલાબ જામુન ખવડાવવામાં આવ્યું. આ વાત પર અટલજી પરેશાન થઈ ગયા. તેમણે કહ્યું કે ભાઈ એક ઓર્ડર જારી કરો કે મને મીઠાઈમાં કંઈક બીજું પણ ખવડાવવું જોઈએ. મોદીની મોઢેથી અટલજીની આ વાર્તા સાંભળીને નીરજ ચોપરા સહિત બાકીના ખેલાડીઓ હસી પડ્યા.
टोक्यो ओलंपिक में जेवलिन थ्रो में स्वर्ण पदक जीतने वाले @Neeraj_chopra1 को चूरमा खिलाकर, प्रधानमंत्री श्री @narendramodi ने उन्हें सुनाया स्वर्गीय अटल बिहारी वाजपेयी जी से जुड़ा एक किस्सा। pic.twitter.com/Y0OsoTq58H
— BJP (@BJP4India) August 18, 2021
નોંધનીય છે કે, પીએમ નિવાસ સ્થાને નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને બ્રેકફાસ્ટ પર બોલાવીને લાંબો સમય વાતચીત કરી હતી અને ખેલાડીઓએ પાસેથી ઓલિમ્પિકના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. મોદીએ આ ખેલાડીઓની અંગત પસંદગી અને નાપસંદગી વિશે વાતચીત કરી હતી.
આ ઉપરાંત રમત દરમિયાનના પડકારો વિશે પણ વાતચીત કરી હતી. બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી આસામની લવલીના બોરહોગને પીએમ મોદીને ગ્લોવ્સ ભેટમાં આપ્યા હતા અને પોતાને મળેલા સપોર્ટ બદલ આભાર માન્યો હતો.
મોદીએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા સાથે સૌથી વધારે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પૂછ્યું કે, આટલા લાંબા અંતર સુધી ભાલો કેવી રીતે ફેંકી શક્યા ? નીરજે જણાવ્યું કે અમે 12 લોકો ફાઈનલમાં હતા અને અમારે અમારા પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું હતું. દરેક ગેઈણ વખતે અમારી કોશિશ એ રહે છે કે, બીજાના પરફોર્મન્સ પર ધ્યાન ન આપો, તેમના પરફોર્મન્સથી નર્વસ પણ ન થાઓ. આ વખતે પણ મમેં એ જ મંત્ર અણલમા મૂક્યો અને હું ગોલ્ડ મેડલ જીતી શકાય એટલા અંતર સુધી ભાલો ફેંકી શક્યો.