Nuh Shobha Yatra: નૂહમાં શોભાયાત્રાને લઇને ફરી તણાવ, સ્કૂલ-કોલેજ અને બેન્ક બંધ, ઇન્ટરનેટ પર રોક
Nuh Shobha Yatra: એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે
Nuh Shobha Yatra: હરિયાણાના નૂહમાં ફરી તણાવ વધી ગયો છે. હિંદુ સંગઠનો 28 ઓગસ્ટ (સોમવાર)ના રોજ બ્રજમંડળ શોભાયાત્રા યોજવા પર અડગ છે. વહીવટીતંત્રે આ માટે પરવાનગી આપી નથી. એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય અને જિલ્લાની સરહદો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. નૂહમાં વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે શાળાઓ, કોલેજો અને બેન્કોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
#WATCH | Haryana | Inspector Kuldeep Singh, Haryana Police says "Security arrangements have been made in view of Vishwa Hindu Parishad's (VHP) call for Yatra today. The situation is peaceful here. Permission has not been granted to conduct 'Yatra'. Only locals of Nuh are allowed… pic.twitter.com/v8bFYiHUBf
— ANI (@ANI) August 28, 2023
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોમવારે બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ડીસીએ કહ્યું છે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ગામડાઓની શાંતિ સમિતિને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવા ફેલાવવા ન દે અને લોકોને ઘરમાં રહેવા સમજાવે.
#WATCH | Haryana | Heavy police deployment in Nuh in view of Vishwa Hindu Parishad's (VHP) call for 'Yatra'. pic.twitter.com/I7UMpwrlqW
— ANI (@ANI) August 28, 2023
13 ઓગસ્ટે સર્વ-જ્ઞાતિ હિન્દુ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં 28મી ઓગસ્ટે નૂહમાં બ્રજમંડળ શોભાયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે શોભાયાત્રા કાઢવામાં આવશે. VHP અનુસાર, આવા ધાર્મિક કાર્યક્રમો માટે પરવાનગી લેવાની જરૂર નથી. જોકે, સત્તાવાળાઓએ યાત્રાને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિવારે ભક્તોને સોમવારે કોઈ પણ 'યાત્રા'નું આયોજન કરવાને બદલે તેમના નજીકના મંદિરોમાં પૂજા કરવાનું કહ્યું. તેમણે કહ્યું હતું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી
#WATCH | Dharambir Singh, Assistant Sub-Inspector, Haryana Police says "At Nuh-Gurugram border, we are checking suspicious people before providing them entry. People with ID cards from Nuh are only being allowed to go ahead. Checkpoints have been installed, in view of Vishwa… pic.twitter.com/QkKdVr8hlj
— ANI (@ANI) August 28, 2023
સરકારે 26 થી 28 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) મમતા સિંહે રવિવારે જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. નૂહમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હરિયાણા પોલીસના 1,900 કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કોઈ બહારના વ્યક્તિને નૂહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રવક્તાએ કહ્યું કે, જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને મલ્હાર મંદિર તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.
પોલીસે નૂહમાં વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવ્યા છે અને નૂહમાં પ્રવેશતા વાહનોને સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રીએ રવિવારે ચંદીગઢમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) શત્રુજીત કપૂર સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
યાત્રાની મંજૂરી નથી: મનોહર
નૂહ હિંસાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી મનોહર લાલે રવિવારે પંચકુલામાં કહ્યું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. લોકો આ વિસ્તારના નજીકના મંદિરોમાં જલાભિષેક માટે જ જઈ શકે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની જવાબદારી છે.