(Source: ECI/ABP News/ABP Majha)
Bengaluru Corona Cases: આ મોટા શહેરમાં 10 જ દિવસમાં કન્ટેનમેન્ટ ઝોનમાં 47 ટકાનો વધારો થતાં ફફડાટ
Containment Zones of Bengaluru: ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, 29 જુલાઈએ બેંગ્લુરુમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 108 હતી, જે વધીને 8 ઓગસ્ટ સુધીમાં 159 પર પહોંચી છે.
બેંગ્લુરુ: દેશમાં કોરોનાની લીજી બીજી લહેરની અસર ઓછી થતી જોવા મળી રહી છે. આશરે પાંચ મહિના બાદ દેશમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. આ પહેલા 15 માર્ચે 24,492 કોરોના કેસ નોંધાયા હતા. જોક આ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કન્ટેનમેન્ટ ઝોનની સખ્યામાં 10 દિવસમાં 47 ટકાનો વધારો થતાં ફફ઼ડાટ ફેલાયો છે.
કયા વિસ્તારમાં છે સૌથી વધુ કન્ટેનમેન્ટ ઝોન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, 29 જુલાઈએ બેંગ્લુરુમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 108 હતી, જે વધીને 8 ઓગસ્ટ સુધીમાં 159 પર પહોંચી છે. શહેરના મહાદેપપુરમાં 42, ઈસ્ટમાં 35, બોમનાહલીમાં 24, સાઉથ અને યલાહંકામાં 20-20, વેસ્ટમાં 9, આરઆર નગરમાં 6 કન્ટેનમેન્ટ ઝોન છે.
કેમ વધ્યા કન્ટેનમેન્ટ ઝોન
બીબીએમપીના ચીફ કમિશ્નર ગૌરવ ગુપ્તાએ કહ્યું, કન્ટેનમેન્ટ ઝોન ચિંતાનું કારણ નથી. કારણકે અહીં સર્વેલંસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગનું કામ ફૂલસ્પીડમાં ચાલી રહ્યું છે. અનલોકો બાદ એક શહેરમાંથી બીજા શહેરમાં લોકોના આવવા જવાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે પણ લોકો કોવિડ-19 પોઝિટિવ થઈ રહ્યા છે, આ કારણે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ઓગસ્ટ મહિનામાં પ્રથમ વખત 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,208 નવા કેસ નોંધાયા હતા અને 41,511 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જયારે 373 લોકોના મોત થયા હતા. દેશમાં 30 જુલાઈએ 29,689 કેસ નોંધાયા હતા.દેશમાં અત્યાર સુધીમાં કુલ 51 કરોડ 45 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે 54,91,647 લોકોને ડોઝ અપાયા હતા. ICMRના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 48,32,78,545 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,11,313 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
- કુલ કેસઃ 3,19,98,158
- એક્ટિવ કેસઃ 3,88,508
- કુલ રિકવરીઃ 3,11,80,968
- કુલ મોતઃ 4,28,682
IND vs ENG: જસપ્રીત બુમરાહનું આ ટ્વીટ છે ચર્ચામાં, રહસ્ય ઉકેલવામાં લાગ્યા ફેંસ