આ રાજ્યમાં ભાજપના ધારાસભ્યએ ચાલુ વિધાનસભામાં કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો કેમ
વિધાનસભામાં સેનેટાઈઝર પીવાનો પ્રયત્ન કરનાર પાણિગ્રહીનો તાત્કાલીક ડોક્ટરે મેડિકલ ટેસ્ટ કર્યો અને કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સારું અને સ્થિર છે.
![આ રાજ્યમાં ભાજપના ધારાસભ્યએ ચાલુ વિધાનસભામાં કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો કેમ odisha legislative assembly bjp mla subhash chandra tries to suicide on paddy purchase issue આ રાજ્યમાં ભાજપના ધારાસભ્યએ ચાલુ વિધાનસભામાં કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો કેમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/13/5f7dbd37582363496530b2916d749433_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભુવનેશ્વરઃ ઓડિશિ વિધાનસભામાં ખેડૂત પાસેથી અનાજ ખરીદીના બિનઆયોજનને લઈને હોબાળાએ એક ખોટું રૂપ ધારણ કરી લીધું. આ મુદ્દા પર સરાકરનો વિરોધ કરી હલે ભાજપના ધારાસભ્યએ વિધાનસભામાં જ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને સેનેટાઈઝ પીવાનો પ્રયત્ન કર્યો. દેવગઢ સીટથી ભાજપના ધારાસભ્ય સુભાષ ચંદ્ર પાણિગ્રહી એ સમયે સેનેટાઈઝર પીવાનો પ્રયત્ન કર્યો જ્યારે રાજ્યના ખાદ્ય અને આપૂર્તિ મંત્રી આર પી સ્વૈન અનાજ ખરીદી પર નિવેદન આપી રહ્યા હતા.
આ ઘટનાક્રમથી પહેલા રનેદ્ર પ્રતાપ સ્વૈને કહ્યું કે સરકાર ખેડૂતોના પાકની ખરીદી માટે તમામ યોગ્ય પગલા લઇ રહી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે કે આવા ખેડૂતોની લિસ્ટ આપવામાં આવે જે પોતાનો ખરીફ પાક વેચી નથી શક્યા.
સ્વૈને શુક્રવારે વિધાનસભામાં કહ્યું કે 26 ફેબ્રુઆરીએ કુલ 57.67 મેટ્રિક ટન પાકની ખરીદી 10.53 લાખ રજીસ્ટર્ડ ખેડૂતો સાથે કરવામાં આવી છે. અત્યાર સુધી 11.25 લાખ ખેડૂતો પાસેથી 60.40 લાખ મેટ્રિક ટન પાકની ખરીદી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 72000 ખેડૂતો પાસેથી 2.73 લાખ મેટ્રિક ટન અનાજની ખરીદી કરવામાં આવી છે.
આ મામલે પાણિગ્રહીએ કહ્યું કે, ‘મેં પહેલા જ આ મુદ્દે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. તેમ છતાં સરકારે ખેડૂતોની સમસ્યા પર કોઈ ધ્યાન ન આપ્યું. ખેડૂતોને પોતાનો પાક વેચાવમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.’ તેમણે કહ્યું, ‘મારા વિધાનસભા ક્ષેત્રમાં મારા પહેલા લોકોએ આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યા છે, માટે હું વિધાનસભામાં સેનેટાઈઝર પીને આમ કરવાનો નિર્ણય કર્યો.’
વિધાનસભામાં સેનેટાઈઝર પીવાનો પ્રયત્ન કરનાર પાણિગ્રહીનો તાત્કાલીક ડોક્ટરે મેડિકલ ટેસ્ટ કર્યો અને કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સારું અને સ્થિર છે. જોકે, બીજેડીના વરિષ્ઠ સભ્ય અને બાલાસોર જિલ્લાની ભોગરાઈ સીટથી ધારાસભ્ય અનંત દાસે કહ્યું કે, ‘ધારાસભ્યનું આ કૃત્ય અસ્વીકાર્ય છે.’
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)