શોધખોળ કરો
Advertisement
ઓડિશાના પુરીમાં જગન્નાથ યાત્રા પર SCનો પ્રતિબંધ, કહ્યું- લોકોના સ્વાસ્થ્ય માટે આદેશ જરૂરી
ઓડિશા વિકાસ પરિષ નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે રાજ્યમાં 30 જૂન સુધી ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રા અને તેની સાથે જોડાયેલ ગતિવિધિઓ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. રથયાત્રા 23 જૂનના રોજ નીકળવાની તી અને 10થી 12 લાખ લોકો તેમાં હાજર રહેવાની ધારણા હતી. આ કાર્યક્રણ અંદાજે 10 દિવસ સુધીચાલે છે. કોર્ટે કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો અમે રથયાત્રા માટે મંજૂરી નહીં આપીએ તો ભગવાન જગન્નાથ અમને તેના માટે માફ કરી દેશે.’ કોર્ટે એ પણ કહ્યું કે, “ભગવાન જગન્નાથનું કામ ક્યારે અટકતું નથી.”
ઓડિશા વિકાસ પરિષ નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે રાજ્યમાં 30 જૂન સુધી ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પ્રશાસન તરફથી રથયાત્રાને મંજૂરી આપવાના સંકેત મળી રહ્યા છે. લાખો લોક ભેગા થવાના હોવાથી કોરોના વિસ્ફોટક રીતે ફેલાવવાની શક્યતા છે. માટે કોર્ટ રથયાત્રા પર પ્રતિબંધ લગાવે. રાજ્ય સરકારને કહે કે તે આ વર્ષે રથયાત્રાની મંજૂરી ન આપે.
આ રીતે થાય છે રથયાત્રા
પુરીમાં નવ દિવસ સુધી ચાલનારી રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના લાકડાથી બનેલ ભારે ભરખમ રથોને પરંપરાગત રીતે બે વખત ત્રણ કિલોમીટર સુધી હાથથી ખેંચવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement