દેશના આ રાજ્યમાં ટ્રક ડ્રાઇવરને હેલમેટ ન પહેરવાનો અપાયો મેમો, જાણો વિગત
પ્રમોદે કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી તે ટ્રક ચલાવી રહ્યો છે. આ ટ્રકથી તે વોટર સપ્લાઇ કરે છે. મારી ટ્રક ચલાવવની પરમિટ ખતમ થઈ ગઈ હોવાથી આટીઓ ઓફિસમાં રિન્યુ કરવવા ગયો હતો.
ગંજમઃ ઓડિશાના ગંજમમં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા પરિવહન વિભાગના અધિકારીએ એક વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવવા પર 1,000 રૂપિયાનો મેમો ફટકાર્યો છે.
ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટ મુજબ, પ્રમોદ કુમાર નામનો ટ્રક ડ્રાઇવર જિલ્લામાં પરિવહન વિભાગની ઓફિસમાં વાહન પરમિટ રિન્યૂ કરાવવા આવ્યો હતો. આ દરમિયાન તેને ખબર પડી કે ગાડી નંબર OR-07w/4593નું ચલણ પેંડિંગ છે. આ સાંભળીને પ્રમોદ હેરાન રહી ગયો હતો. જે બાદ તેણે કયા કારણોસર ચલણ આપવામાં આવ્યું છે તે પૂછ્યું હતુ. જેને લઈ અધિકારીએ પ્રમોદને જણાવ્યુ કે, હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઇવિંગ કરવાના કારણે આ મેમો આપવામાં આવ્યો છે. અધિકારીનો જવાબ સાંભળી તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
આ દરમિયાન હેરાન કરનારી વાત એ હતી કે ચલણ જે ગાડી નંબર OR-07w/4593નું ફાડવામાં આવ્યું હતું તે ટ્રકનો નંબર હતો. એટલે કે ટ્રક ચલાવવા દરમિયાન હેલમેટ ન પહેરવા બદલ તેનું ચલણ ફાડવામાં આવ્યું હતું. પ્રમોદે પરિવહન અધિકારીઓને જણાવ્યું કે, આવું કઈ રીતે થઈ શકે. પરંતુ અધિકારીએ તેમની એક વાત ન સાંભળી.જે બાદ મજબૂરીમાં તેણે ટ્રક ચલાવતો હોવા છતાં હેલમેટ વગર ડ્રાઇવિગનું ચલણ ભરવું પડ્યું. જે બાદ તેની પરમીટ રિન્યૂ કરવામાં આવી.
આ મામલે પ્રમોદે કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી તે ટ્રક ચલાવી રહ્યો છે. આ ટ્રકથી તે વોટર સપ્લાઇ કરે છે. મારી ટ્રક ચલાવવની પરમિટ ખતમ થઈ ગઈ હોવાથી આટીઓ ઓફિસમાં રિન્યુ કરવવા ગયો હતો. જ્યાં મને હેલમેટ પહેર્યા વગ ટ્રક ચલાવવા પર ચલણ ફાડવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ. બેદરકારીના કારણે આમ આદમીને મુશ્કેલી થાય છે અને ઉપરી અધિકારી ગેરકાયદેસર રૂપિયા વસૂલે છે. મારે પરમિટ રિન્યૂ કરાવાની હોવાથી મજબૂરીમાં એક હજાર રૂપિયાનું ચલણ ભરવું પડ્યું હતું.