શોધખોળ કરો

8 જૂનથી ઓફિસો ખૂલશે પણ ક્યાં લોકોને કામ પર નહીં આવવા દેવાય ? કઈ પ્રવૃત્તિ પર મૂકાયો સંપૂર્ણ પ્રતિબંધ ?

ગર્ભવતી મહિલાઓ, મોટી ઉંમરના કર્મચારી અને પહેલાથી બીમારીનો સામનો કરી રહેલા કર્મચારીનું ધ્યાન રાખો.

નવી દિલ્હીઃ દેશમાં 1 જૂનથી અનલોક 1.0 ચાલી રહ્યું છે અને તેના આગામી તબક્કો એટલે કે 8 જૂનથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં રેસ્ટોરન્ટ અને મંદિર ખોલવા ઉપરાંત ઓફિસમાં કામકાજને મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ઓફિસમાં કામકાજને લઈને ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુંછે કે, ગર્ભવીત મહિલાઓ, 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકો જેમને પહેલાથી ગંભીર બીમારીઓ છે તેઓ કામ પર જવાનું ટાળે. વર્ક પ્લેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, સફાઇ, સેનિટાઇઝેશનની વાત પણ ગાઇડલાઇનમાં કહેવામા આવી છે. તેમાં કહેવામા આવ્યું છે કે કચેરીઓમાં થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામા આવે. ઓફિસો માટે ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, ઓફિસના એન્ટ્રી ગેટ પર સેનિટાઈઝર ડિસ્પેન્સર હોવું જરૂરી છે. ઉપરાંત થર્મલ સ્ક્રિનિંગ પણ કરવું પડશે. જેમનામાં કોરોનાના લક્ષણ ન હોય એને જ ઓફિસમાં મંજૂરી આવવાની મળે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનાર સ્ટાફે સુપરવાઈઝરને જાણ કરવી પડશે. એ ઝોનને જ્યાં સુધી ડિનોટિફાય કરવામાં ન આવે ત્યાં ઓફિસ આવવાની પરવાનગી આપવામાં ન આવે. ડ્રાઈવરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. ગાડીની અંદર, તેના દરવાજા, સ્ટિયરિગ,ચાવીઓને સંપૂર્ણ ડિસઇન્ફેક્ટ કરવું જરૂરી છે. તેનુ ધ્યાન રાખવામા આવે. ગર્ભવતી મહિલાઓ, મોટી ઉંમરના કર્મચારી અને પહેલાથી બીમારીનો સામનો કરી રહેલા કર્મચારીનું ધ્યાન રાખો. તેમને એવું કામ ન આપવામા આવે જેનાથી તેઓ લોકોના સીધા સંપર્કમાં આવે. ઓફિસમાં શક્ય હોય તો લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપો. ઓફિસમાં રહેતી વખતે માસ્ક પહેરવુ જરૂરી છે. ઓફિસમાં મુલાકાતીઓની એન્ટ્રી, ટેમ્પરરી પાસ કેન્સલ કરવામા આવે. માત્ર સત્તાવાર મંજૂરી સાથે જ વિઝિટરને મંજૂરી આપવામા આવે. તેનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવે. શક્ય હોય ત્યાં સુધી બેઠકો વીડિયો કોન્ફરન્સિંગથી કરવામા આવે. ઓફિસમાં કોરોના સંક્રમણથી બચવાના પોસ્ટર, હોર્ડિંગ અલગ અલગ જગ્યાએ લગાવવામા આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
Embed widget