ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી
60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ઉત્તર પ્રદેશમાં સરકારી બસમાં મફતમાં મુસાફરી કરી શકશે
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં જ વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ઉત્તર પ્રદેશમાં યુપી રોડવેઝની બસમાં મફતમાં મુસાફરી કરી શકશે. સંકલ્પ પત્ર અનુસાર વૃદ્ધ મહિલાઓને રોડવેઝ બસમાં મફત મુસાફરી કરવાની તક મળશે.
નોંધનીય છે કે ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં સીનિયર સિટિઝન મહિલાઓ માટે રોડવેઝમાં મફત બસ મુસાફરીનું વચન આપ્યું હતું અને હવે સરકાર દ્વારા તેના સંકલ્પ પત્રના વચન હેઠળ તેનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ રોડવેઝ બસમાં મફત મુસાફરી કરી શકશે.
સરકારના જણાવ્યા અનુસાર, આ યોજના પર લગભગ 264 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ થશે. આ મામલે વાહન વ્યવહાર નિગમે તેની દરખાસ્ત તૈયાર કરીને સરકારને મોકલી આપી છે. જો કે, દેશના બે એવા રાજ્ય છે જ્યાં મહિલાઓને મફત બસ મુસાફરીની સુવિધા આપવામાં આવી રહી છે. રાજધાની દિલ્હી અને રાજસ્થાનમાં મહિલાઓને આ સુવિધા આપવામાં આવી છે. હવે દેશનું સૌથી મોટું રાજ્ય પણ આ અંગેનો નિર્ણય લેવા જઇ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ બસો તમામ શહેરોમાં ચલાવવામાં આવશે. હાલમાં રાજ્યના તમામ ડેપોમાંથી વૃદ્ધ મહિલાઓનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ તેના આધારે આ યોજના શરૂ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (રોડવેઝ) દ્વારા તે મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વે દ્વારા કેટલી મહિલાઓ આ બસોનો ઉપયોગ કરે છે, તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ રાજ્ય સરકાર દ્વારા કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવામાં આવશે.
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક