Omicron Cases India:ગુજરાતમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા, દેશમાં કુલ કેસની સંખ્યા 25 થઈ
ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણનો એક કેસ નોંધાયો હતા. હવે જામનગરમાં વધુ બે ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.
નવી દિલ્હી: ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણનો એક કેસ નોંધાયો હતા. હવે જામનગરમાં વધુ બે ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વાયરસના કેસની સંખ્યા 3 પર પહોંચી છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. જામનગરમાં જ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો હવે આજે નવા 2 કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ પણ જામનગરમાં જ નોંધાયો હતો. જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી.
સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે જામનગરમાં બહારથી આવેલા જે વૃદ્ધ દર્દીનો અગાઉ ઓમિક્રોન વેરીયેન્ટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના સંપર્કમાં આવેલા બે વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા અને પૂણે ખાતે મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગરથી સેમ્પલ ચકાસણીમાં ઓમિક્રોન વેરીયટ્ન હોવાનું બહાર આવ્યું છે. જામનગર નવા નાયબ મ્યુ કમિશ્નર એ કે વસ્તાનીએ આ જાહેરાત કરી છે.
જણાવી દઈએ કે દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 25 કેસ છે અને અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 10 કેસ છે, ત્યારબાદ રાજસ્થાનમાં 9 કેસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા 100 થી વધુ દેશો છે જે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ રસીના પ્રમાણપત્રો સ્વીકારી રહ્યા છે.
દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 8 હજાર 503 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 624 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 23 કેસ નોંધાયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
અત્યાર સુધીમાં 4 લાખ 74 હજાર 735 લોકોના મોત થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 94 હજાર 943 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 74 હજાર 735 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 7678 રિકવરી થઈ હતી, જે બાદ અત્યાર સુધીમાં 3 કરોડ 41 લાખ 5 હજાર 66 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.