શોધખોળ કરો

આતંકીઓના નિશાને બિન કાશ્મીરી અને સામાન્ય નાગરિકો, 24 કલાકમાં 3 લોકો પર હુમલા, 1નું મોત

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ રાજ્યના બિન-કાશ્મીરીઓ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ રાજ્યના બિન-કાશ્મીરીઓ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં એક સ્થાનિક નાગરિકનું મોત થયું છે, જ્યારે બે બિન-કાશ્મીરી કામદારો ઘાયલ થયા છે.

સોમવારે પુલવામા જિલ્લાના ગાંગુ ગામમાં સર્કલ રોડ પર બંદૂકધારી આતંકવાદીએ એક પરપ્રાંતિય કામદારની ગોળી મારી દીધી. મજૂરનું નામ બિસુજીત કુમાર છે અને તે બિહારનો રહેવાસી છે. આજે એક કલાકની અંદર આ બીજો હુમલો છે. પોલીસે જણાવ્યું કે ઘાયલ મજૂરને પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ સમગ્ર ઘટના સ્થળને સુરક્ષા દળોએ ઘેરી લીધું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

સ્થાનિક નાગરિકની હત્યા

તો બીજી તરફ આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ગોટપોરા ખાતે તજમુલ મોહિઉદ્દીન નામના વ્યક્તિને ગોળી મારી હતી. મોહિઉદ્દીન પર તેના ઘર પાસે હુમલો કરવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યુંં હતું. આ પહેલા રવિવારે પણ એક પરપ્રાંતિય મજૂર, જે સુથારનું કામ કરતો હતો, તેને આતંકવાદીઓએ ગોળી મારી હતી. આ ઘટના પણ પુલવામા જિલ્લામાં જ બની હતી.

થોડા દિવસ પહેલા આતંકીઓએ CRPF જવાન પર ફાયરિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાંના રહેવાસી CRPF જવાન મુખ્તાર અહેમદ દોહી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ જવાનનું મોત નીપજ્યું હતું. અહેવાલો અનુસાર, જે જવાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, તે રજા પર પોતાના ઘરે આવ્યો હતો. આ હુમલા પર પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાએ લખ્યું છે કે થોડા દિવસોમાં ઑફ-ડ્યુટી સુરક્ષા કર્મચારીઓ, મુખ્ય ધારાના રાજકીય કાર્યકરો અને નાગરિકોની હત્યાઓમાં વધારો થયો છે. શહીદ સીઆરપીએફ જવાન મુખ્તાર અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેઓને સ્વર્ગમાં સ્થાન મળે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Embed widget