શોધખોળ કરો
Advertisement
LoC નજીક જોવા મળ્યા પાકિસ્તાની એરફોર્સના બે ફાઇટર વિમાન, ભારતીય વાયુસેના એલર્ટ પર
નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ફરી એક વખત નાપાક હરકત કરવામાં આવી છે. પાકિસ્તાની એરફોર્સના ફાઇટર વિમાનોએ વધુ એક વાર ભારતીય સીમામાં પ્રવેશ કરવાની કોશિષ કરી છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનના બે ફાઇટર પ્લેન જોવા મળ્યા હતા. પૂંછ સેક્ટરમાં આ વિમાનોનો અવાજ પણ સંભળાયો હતો. પાકિસ્તાનના આ બંને ફાઇટર પ્લેનને ભારતીય રડાર સિસ્ટમે પણ પકડ્યા હતા.
પાકિસ્તાન વાયુસેનાની આ હરકત બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇ અલર્ટ પર છે, આ ઉપરાંત દેશની રડાર સિસ્ટમને પણ હાઇ અલર્ટ પર રાખવમાં આવી છે. બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ 27મી ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇક બાદ 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના F-16 વિમાનોએ ભારતીય સીમામાં ઘૂષણ કરી હતી. ભારતીય વાયુસેનાએ તેમને ખધેડતા પાકિસ્તાનમાં અંદર 3 કિલોમીટર સુધી મૂકી આવ્યા હતા. આ ડોગ ફાઇટમાં ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 બાઇસનથી એક F-16ને તોડી પાડ્યું હતું.Indian air defence radars detected two Pakistani Air Force jets go supersonic 10KM from LoC (within their territory) in the Poonch sector, loud bangs heard last night in the area were due to sonic booms. All Indian air defences and radar systems are on high alert pic.twitter.com/PHmKAuPtvc
— ANI (@ANI) March 13, 2019
બાલાકોટમાં એર સ્ટ્રાઇક મુદ્દે અમેરિકી પત્રકારે વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion